KHERGAMNAVSARI

ખેરગામ બાવળી ફળિયા ખાતે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે યુવાનો અને ગ્રામજનોની અનોખી પહેલ

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

ખેરગામના બાવળી ફળિયામાં આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવવા માટે ગામના યુવાનો અને ગ્રામજનોએ એક સરાહનીય પહેલ કરી છે. સૌના સંયુક્ત સહયોગથી અંદાજે ₹9,000 જેટલો ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો. આ રકમ દ્વારા શાળાના તમામ બાળકોને જરૂરી શૈક્ષણિક અને ઉપયોગી સામગ્રી વિતરણ કરવામાં આવી. સહયોગ આપનાર દાતાશ્રીઓ: વિક્રમભાઈ અરવિંદભાઈ પટેલ – કમ્પાસ બોક્સ કૃણાલભાઈ સરદારભાઈ પટેલ – સ્લેટ તથા બુક રાખવા માટેના પેડ ધ્રુવિલભાઈ સુભાષભાઈ પટેલ – નોટબુક મુકેશભાઈ રમેશભાઈ પટેલ – 27 બાળકો માટે પાણીની બોટલ હીનાબેન મુકેશભાઈ પટેલ – કુલ 37 બાળકો માટે ટિફિન બોક્સ પ્રગ્નેશભાઈ કનૈયાલાલ પટેલ તથા ધર્મેશભાઈ સુમનભાઈ પટેલ – દરેક બાળકને સાદી નોટબુક અને પેન્સિલ આ સમગ્ર અભિયાનની શરૂઆત ધર્મેશભાઈ સુમનભાઈ પટેલ અને પ્રગ્નેશભાઈ કનૈયાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ વિક્રમભાઈ પટેલ, પ્રતીકભાઈ તથા સુચિતભાઈએ પણ આગેવાનીમાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.તાલુકા સભ્યશ્રી હીનાબેન મુકેશભાઈ પટેલ તેમજ ગામના અન્ય ગ્રામજનોએ પણ આ કાર્યમાં ઉત્સાહભેર સહભાગી બની વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા યોગદાન આપ્યું હતું. ગામના યુવાનો અને ગ્રામજનોની આ પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની છે અને શિક્ષણ પ્રત્યેની તેમની જાગૃતિ તથા જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

Back to top button
error: Content is protected !!