નવસારી મહાનગરપાલિકા દ્વારા ઈકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવ માટે મુર્તિ વર્કશોપનું આયોજન કરાશે…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ સહાયક ગણેશ મહોત્સવને વધુ જાગૃત અને જવાબદાર બનાવવાના હેતુસર ઈકો ફ્રેન્ડલી ગણેશ મુર્તિ બનાવટ માટે વિશેષ વર્કશોપનું આયોજન કરેલ છે. આ વર્કશોપ આવનાર ઓગોસ્ટ મહિનાના પ્રથમ અને ત્રીજા અઠવાડિયે યોજાશે, જેમાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને વિવિધ ગણેશ મંડળોને સામેલ થવાની તક મળશે. અને પર્યાવરણ સહાયક બને તે અનુરૂપ મુર્તિ બનાવવા બાબતે માર્ગદર્શન આપવામાં આવશે
આ વર્કશોપ દ્વારા નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના વધારવાનો અને પ્લાસ્ટર ઓફ પેરિસ (PoP) જેવી હાનિકારક સામગ્રીના બદલે કુદરતી માટીનો ઉપયોગ કરીને ગણેશ મૂર્તિ બનાવવાનો પ્રયત્ન છે. નિષ્ણાતોની માર્ગદર્શન હેઠળ ભાગ લેનારાઓને સ્વહસ્તે ગણેશ મૂર્તિ બનાવવાની તક મળશે. આ વર્કશોપમાં ભાગ લેવા ઇચ્છુકોએ QR કોડ સ્કેન કરીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. નવસારી મહાનગરપાલિકા સમગ્ર શહેરના નાગરિકોને આ પર્યાવરણ-મૈત્રી પૂર્વક આયોજનમાં જોડાવાનું નિમંત્રણ આપે છે.
વધુ માહિતી માટે મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ, NMC aap અને સોશિયલ મીડિયા પેજની મુલાકાત લેવી.



