NAVSARI
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ઐતિહાસિક સ્થળ દાંડી ખાતે ફિલ્મ નિદર્શન કરવામાં આવ્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૩ વર્ષ અગાઉ રાજ્યના સર્વાંગી અને સર્વગ્રાહી વિકાસ યાત્રાની શરૂઆત કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં જુદી-જુદી થીમ અન્વયે “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જલાલપોર તાલુકાના ઐતિહાસિક સ્થળ દાંડી ખાતે “વિકાસ સપ્તાહ”કાર્યક્રમ યોજાયો હતો. “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અવસરે પદયાત્રા દાંડી પ્રાર્થના હોલ ખાતે પહોંચી હતી ત્યારબાદ ગ્રામજનોએ ગુજરાતનાં વિકાસની ઝાંખીની ફિલ્મ નિહાળી હતી .




