KHERGAMNAVSARI

ખેરગામ ખાતે રાતેબ-એ-રિફાઈનો કોમી એકલાસના માહોલ વચ્ચે ભવ્ય જલસો યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

 

ખેરગામ: ખેરગામ ખાતે શનિવારના રાત્રે રાતેબ-એ-રિફાઈનો શાનદાર અને નુરાની જલસો ધર્મપ્રેમી જમીર અહમદ ગુલામ મુસ્તફા શેખના નિવાસસ્થાને યોજાયો હતો.આ પ્રસંગે વડોદરાથી પધારેલા મુસ્લિમ ધર્મગુરુ હઝરત સૈયેદ કમાલુદ્દીન મઝહરુલ્લાહ રિફાઈ સાહેબે હાજરી આપી કાર્યક્રમને ધર્મમય બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન જમીરભાઈ શેખ અને તેમના પરિવાર દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું.જેમાં ગામના અગ્રણી અરવિંદભાઈ પટેલ,હર્ષદભાઈ આહીર, શૈલેષભાઈ ટેલર,જીગ્નેશભાઇ પટેલ (ઉપસરપંચ),સમસ્ત આદિવાસી સમાજના જિલ્લા પ્રમુખ ડો. નિરવભાઈ પટેલ દીપકભાઈ પટેલ,કાર્તિકભાઈ,અનિલભાઈ કાપડિયા, દિપકભાઈ પત્રકાર, યોગેશ જોશી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે હર્ષદભાઈ આહિર અને અરવિદભાઈ પટેલે પોતાના પ્રવચનમાં જમીરભાઇ શેખના સમગ્ર આયોજનને બિરદાવી વર્ષોથી આ કાર્યક્રમને કોમી એખલાસ અને ભાઇચારાની અનોખી મિશાલ ગણાવ્યો હતો.સૈયદ કમાલુદ્દીન મઝહરુલ્લાહ રિફાઈ સાહેબે તમામ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરી આશીર્વાદ આપ્યા હતા. તેમણે પોતાના પ્રવચનમાં મુસ્લિમ સમાજને ધર્મ અને દેશ પ્રત્યે વફાદાર રહેવા તેમજ સર્વધર્મ સમભાવ સાથે પરસ્પર પ્રેમ, લાગણી, સહકાર અને ભાઈચારાથી જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો.આ ભવ્ય જલસામાં હજારો મુસ્લિમ ભાઈઓની ઉપસ્થિતિથી સમગ્ર વિસ્તાર ધાર્મિક અને એકતા ભર્યા માહોલથી ગૂંજી ઉઠ્યો હતો.

Back to top button
error: Content is protected !!