BHANVADGUJARAT

ભાણવડ તાલુકાની આર.બી.એસ.કે. ટીમ-૨ દ્વારા વેરાડ અને કિશનગઢ ખાતે બાળકોનું સ્ક્રીનિંગ કરાયું

જી.જી. હોસ્પિટલ ખાતે ચેકઅપ બાદ ૩ બાળકોને હ્રદયને લગતી ખામી જણાતા અમદાવાદ રીફર કરાયા, ૨ બાળકોને અન્ય લક્ષણ મુજબ સારવાર અપાઈ

માહિતી બ્યુરોદેવભૂમિ દ્વારકા

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મથી ૧૮ વર્ષ સુધીની વયમર્યાદાના બાળકોને જન્મથી જ રહેલ ખોડખાંપણરોગોઅપૂર્ણતાઓ અને શારીરિક વિકાસમાં વિલંબ આ ચાર આધારે બાળકોને ચિન્હિત કરીને તેમને મફત ઈલાજ અને સર્જરી તેમજ સમગ્ર ટ્રીટમેન્ટ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ બાળકોને સમયસર ઓળખીને ઈલાજ પૂરો પડવાથી ઉંમર સાથે ખોડખાંપણમાં વધારો રોકી શકાય છે. દેશમાં ખોડખાંપણનું પ્રમાણ ઘટાડી શકાય અને તમામને પોતાની પૂર્ણ ક્ષમતાથી આગળ વધવાનો અવસર પાપ્ત થાય એ યોજનાનો હેતુ છે.

દેવભૂમિ દ્વારકામાં ભાણવડ તાલુકાની આર.બી.એસ.કે. ટીમ-૨ દ્વારા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વેરાડ તાલુકા શાળા તથા કૃષ્ણગઢ પ્રાથમિક શાળામાં બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતુંસ્ક્રિનિંગથી ૫ બાળકોમાં તકલીફ જણાતા બાળક અને પરિવારનું જરૂરી કાઉન્સેલીંગ કરીને તેમને ટીમના ડોક્ટર દ્વારા જામનગર ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. સ્પેશીયાલિસ્ટ ડોક્ટર દ્વારા તેઓની ચકાસણી અને ECho(ઈકોકાર્ડિયોગ્રામ)કરતાં ૩ બાળકો ને હૃદયની જન્મજાત ખામી (CHD)  જણાઈ આવેલ હતી. આ બાળકોને જરૂરી સારવાર અને સર્જરી માટે અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં છે. બીજાં ૨ બાળકોમાં એક ને આંચકી તથા બીજા બાળકને ચક્કર આવવાના લક્ષણો જણાતાં ત્યાં જ તબીબી દેખરેખ હેઠળ દાખલ કરાવવામાં આવ્યાં હતાં. આ કામગીરીમાં જી.જી. હોસ્પિટલના પીડિયાટ્રિશિયન ડો. નમ્રતાજીનો પૂરતો સહકાર પ્રાપ્ત થયો હતો. તમામ બાળકોના વાલીઓએ સરકાર તેમજ આર.બી.એસ.કે.ટીમ (ભાણવડ) અને ડો.ભાવિક સોનગરાનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!