નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા બેટી વધાવો, બેટી પઢાવો”દિવસની ઉજવણી કરવામાં આવી…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
આરોગ્ય શાખા નવસારી દ્વારા જીલ્લામાં દરેક તાલુકામાં સ્કુલો, કોલેજો અને અન્ય સ્થળોએ નારી વંદના ઉત્સવની ઉજવણી નિમિત્તે “બેટી વધાવો, બેટી પઢાવો” દિવસની ઉજવણી કરવામાં આવી
રાજ્યની મહિલાઓને સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. સર્વાંગી વિકાસના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગત તા. ૦૧/૦૮/૨૦૨૪ થી આગામે તા.૦૮/૦૮/૨૦૨૪ દરમ્યાન નારી વંદના ઉત્સવની ઉજવણી થનાર છે.
જેના ભાગરૂપે નવસારી જીલ્લાનાં દરેક તાલુકામાં આજરોજ PC & PNDT Act અંતર્ગત “બેટી વધાવો-બેટી પઢાવો” દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દીકરીઓ અને મહિલા વક્તાઓ દ્વારા “બેટી વધાવો, બેટી પઢાવો” વિષય પર વક્તવ્ય, ગર્ભનું જાતીય પરીક્ષણ કરી ગર્ભમાં રહેલ બાળકને મારી નાખવું એ મહા પાપ છે અને PC & PNDT Act અંતર્ગત દંડનીય અને સજાપાત્ર ગુન્હો છે, દીકરીના જન્મને આવકાર આપવો તેમજ દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ ના રાખવા બાબત અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત લોકોમાં જાગૃતિ કાર્યક્રમો, વિશિષ્ટ કામગીરી કરનાર મહિલા આરોગ્ય કર્મચારીઓનું પ્રમાણપત્ર અને ભેટ દ્વારા સન્માન કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત આરોગ્ય શાખામાં કાયમી નવી ભરતીથી નિમણુક પામેલ મહિલા આરોગ્ય કર્મચારીઓ કે જેમણે “બેટી વધાવો, બેટી પઢાવો” નાં સુત્રને સાર્થક કર્યો છે, તેઓનું પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કાયદા નિષ્ણાંતો (Advocates) દ્વારા મહિલા સંરક્ષણ અંગેના કાયદાઓની જાણકારી આપવામાં આવી હતી.