
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ભરૂચ ધરમપુરની બસસેવા જે ભરૂચથી ચીખલીથી વાયા વલસાડ થઈ ધરમપુર જતી હતી તેને લાંબા સમયની માંગણી બાદ વાયા ખેરગામ દોડાવવામાં આવતા ખેરગામ તાલુકાની મુસાફર જનતાને એક્સપ્રેસ સેવાનો લાભ મળતો હતો,પરંતુ એસટી નિગમ દ્વારા આ સેવા પુનઃ વાયા વલસાડ થઈ જતા ખેરગામની મુસાફર જનતને એક્સપ્રેસ બસનો મળતો લાભ બંધ થયો હતો.
વર્ષોથી ભરૂચ ડેપોની ધરમપુર એક્સપ્રેસ બસ વાયા વલસાડ દોડે છે જેને ૧૮૧ રાજ્ય ધોરી માર્ગ ટનાટન થતા વાયા ખેરગામ દોડાવવાની માંગ વલસાડમાં વિભાગીય નિયામક તરીકે ફરજ બજાવી ગયેલાની ભરૂચ વિભાગમાં નિયુક્તિ થતા શૈલેષ ચૌહાણને ફરી રજૂઆત કરતા તેમને પણ એસટી અને મુસાફરો બંને માટે માંગ લાભકારક લાગતા બે વર્ષથી માર્ગ પરિવર્તન કરી ચીખલીથી વલસાડના બદલે વાયા ખેરગામ ધરમપુર દોડાવી હતી. આ પરિવર્તનથી નિગમને ૨૫ કિમીનું અંતર, ડીઝલ અને અડધો કલાકથી વધુ સમયની બચત થઈ હતી, મુસાફરો પણ ભાડું ઘટતા જલ્દી પહોંચી જતા હતા.પરંતુ આ બસસેવા ફરી જૂના માર્ગે જ (વાયા વલસાડ) દોડાવવામાં આવતા ખેરગામ તાલુકાના મુસાફરો રાહ જોઈ અટવાયા હતા.આ અંગે ખેરગામના જાગૃત નાગરિક વિનોદભાઈ મિસ્ત્રીએ એસટીના અધિકારી સાથે વાત કરી પુનઃ વાયા ખેરગામ કરવા માંગ કરી હતી.વિનોદભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ બસસેવા વાયા ખેરગામ થતા મુસાફરોને અંતર ઘટતા જે ઝડપી પહોંચાડાય, ભાડામાં રાહત થાય છે તેને ધ્યાને લઈને વધારામાં ખેરગામ તાલુકાને જે લાભ મળે છે તે માટે ચાલુ રાખવું હિતાવહ છે. ચીખલીથી વાયા વલસાડ થઈ ધરમપુર જનારાને નિગમને વાયા ખેરગામ કરતા ઘણી રાહત થાય છે, જે ચકરાવો લઈ પુનઃ વલસાડ થઈ દોડાવતા અંતર અને ખર્ચ વધી જાય છે.તો આ બાબત-પરિબળ ધ્યાને લઈને ખેરગામ તાલુકામાં એકમાત્ર પ્રથમ શરુ થયેલ એક્સપ્રેસસે વા ફરી દોડાવાય તેવી જનમાંગ છે. ચીખલી વલસાડ કે વલસાડ ધરમપુર વચ્ચે સંખ્યાબંધ સમાંતર બસ સેવાઓ ઉપલબ્ધ છે જેથી વંચિત ખેરગામ તાલુકાને ભરુચ બસનો લાભ આપવો જરૂરી હોવાનું મુસાફર જનતાનું માનવું છે.



