

દિપક પટેલ-ખેરગામ
15 નવેમ્બરે 150મી બિરસા મુંડા જન્મજયંતી નિમિત્તે આજના આ ખાસ દિવસની ઉજવણી માટે ખેરગામ બિરસા મુંડા સર્કલ ખાતે ખેરગામના આદિવાસી સમાજના આગેવાનો અન્ય સમાજના આગેવાનો તથા બધા પક્ષના રાજકારણીઓ અને આગેવાનો ભેગા થઈ બિરસા મુંદાની પ્રતિમાને ફૂલહાર દોરા કરી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભારતના આદિવાસીઓ તેમની ભગવાન બિરસા મુંડા તરીકે પૂજા કરે છે. તેઓ ભારતના સ્વતંત્રતા સંગ્રામના સર્વોચ્ચ મહાનાયકો પૈકી એક છે જેમણે અંગ્રેજોને ધૂળચાટતા કર્યા હતા. આજે પણ, જ્યારે લોકો ઝારખંડને જુએ છે, ત્યારે તેઓ ચોક્કસપણે આ મહાન વ્યક્તિત્વ વિશે જાણવા માંગે છે. આ વ્યક્તિ પ્રકૃતિ પ્રેમ માટે એક ઉત્તમ ઉદાહરણ છે અને આજે પણ જ્યારે પાણી, જંગલ-જમીનની વાત આવે છે ત્યારે લોકો તેમને યાદ કરે છે. બિરસા મુંડાના આદિવાસી સમુદાય પ્રત્યેના અનન્ય યોગદાનને પગલે તેમને ભગવાન તરીકે પૂજવામાં આવે છે


