
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ભારતના યશસ્વી અને ગુજરાતના પનોતા પુત્ર એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ની પહેલગામ આંતકવાદ હુમલામાં નિર્દોષ અને આંતકવાદ દ્વારા માર્યા ગયેલા ઓની યાદ માં ઓપરેશન સિંદૂર અંતર્ગત સમગ્ર દેશમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પની ઘોષણા કરવામાં આવી હતી તે મુજબ નવસારી કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ વાંસદા તાલુકા હેલ્થ કચેરી તથા જલારામ મંદિર વાંસદા ના સહયોગથી તાલુકા હેલ્થ કચેરી વાંસદા ખાતે નવસારી જીલ્લા મા ખુબજ જુની અને જાણીતી રક્ત દાનની બેંક માટે જેનું નામ છે તેવી રેડ ક્રોસ સોસાયટી ના સહયોગથી રક્તદાન કેમ્પ માં 30 જેટલા રક્ત દાતાઓએ રક્ત દાન કર્યું હતું. આ કેમ્પમાં વાંસદા ના સેવાભાવી સંસ્થા અને સેવા એજ ધર્મ સાથે આરોગ્ય. શિક્ષણ સાથે સતત સંકળાયેલ એવા શ્રી જલારામ સેવા ટ્રસ્ટ જલારામ જનસેવા પ્રતિષ્ઠાન ના સહયોગથી રક્તદાતાઓને આકર્ષક સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી
ખાસ કરીને સરકારી કચેરી દ્વારા જ્યારે પણ રક્ત દાન રાખવા માં આવે છે ત્યારે તાલુકા હેલ્થઓફિસ ના (bho) ઓફિસર ડૉ. પ્રમોદ ભાઈ પટેલ પ્રથમ રક્ત દાન કરી અન્યને પ્રેરણા રૂપ બને છે



