ચીખલીની દા.એ.ઇટાલિયા શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લાકક્ષાના કલા ઉત્સવ સ્પર્ધામાં સિધ્ધિ મેળવી શાળાનો ગૌરવ વધાર્યો

વાત્સલ્યમ સમાચાર
ચીખલી નવસારી

આ કલા ઉત્સવમાં ચાર સ્પર્ધાઓ પૈકી સંગીતવાદન સ્પર્ધામાં દા.એ.ઇટાલિયા ચીખલી કન્યા શાળાની ધો.૮ ની વિદ્યાર્થીની કિર્તિ વિજયભાઈ રાઠોડે પોતાની લય – તાલની કલાથી સૌના દિલ જીતી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. સૂર સંયુક્ત ભાઈ- બહેન માધવ- કિર્તિની જોડીએ ચીખલી તાલુકાનું ગૌરવ વધાર્યું હતું.. આ સફળ સિદ્ધિ બદલ ડાયટ નવસારીના પ્રાચાર્ય શ્રી ડૉ. વાય.કે.પટેલ, જિલ્લા પ્રા. શિ.અધિકારીશ્રી ડૉ.અરૂણ અગ્રવાલ, જિલ્લા પ્રાથમિક સંઘ,નવસારી, તા.પ્રા.શિ.અધિકારીશ્રી રાજુભાઈ પટેલ,તા.પ્રા. શિક્ષક સંઘ ચીખલી, બી.આર.સી. કો. ઑ.શ્રી અશ્વિનભાઈ પટેલ, સી. આર. સી.કો. ઑ.ચીખલી શ્રી સવિતાબેન પટેલ, પી એમ શ્રી કુમાર શાળા ચીખલીના આચાર્ય અને સ્ટાફ, શાળા એસએમસી કમિટી, શાળાના આચાર્યશ્રી જ્યોતિકાબેન પટેલ, શાળા પરિવાર, ચીખલી તાલુકાના સૌ સારસ્વતો ગ્રામજનોએ ગૌરવની લાગણી સાથે દા.એ.ઇટાલિયા ચીખલી કન્યા શાળાને ઉર્જાવાન અને પ્રતિભાશાળી દીકરી કિર્તિ રાઠોડ અને માર્ગદર્શક શિક્ષક જિગ્નાબેન પટેલ ની સફળતાને વધાવી અભિનંદન પાઠવ્યા હતાં.



