વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં વિશાળ પ્રમાણમાં સફાઇ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન નગરના બજાર વિસ્તારમાં દુકાનદારો દ્વારા કરાયેલા દબાણની ફરિયાદોનું નિદાન અને વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, પ્લાસ્ટિકના અનિયમિત ઉપયોગ સામે કાર્યવાહી રૂપે ગેરકાયદે રાખવામાં આવેલા પ્લાસ્ટિકના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો. આ સફાઇ અભિયાન મારફત શહેરને સ્વચ્છ અને સુસજ્જ બનાવવા નગરપાલિકા દ્વારા જનજાગૃતિ વધારવા માટે નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો હતો.