મેમણ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા જૂની મેમણ કોલોની મહોરમ કમિટી ના તાજીયા ની મુલાકાત લીધી.

મેમણ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા જૂની મેમણ કોલોની મહોરમ કમિટી ના તાજીયા ની મુલાકાત લીધી.
તાહિર મેમણ – આણંદ – તારીખ 07-07-25 રવિવાર ના રોજ દેશ ભરમાં મુસ્લિમ સમાજ નો મહત્વ નો તહેવાર મહોરમ જે મુસ્લિમો નું નવું વર્ષ પણ હોય છે.જેમાં મુસ્લિમ ધર્મ ના ઇમામ હુસેન અને તેમના 72 શહીદો કરબલા માં શહીદ થયા હતા તેમની યાદ માં મુસ્લિમ સમાજ આ ખાસ દિવસે તાજીયા બનાવી મોહરમ કરતા હોય છે.જેમાં સતત છેલ્લા 15વર્ષ થી જૂની મેમણ કોલોની ખાતે મોહરમ કરવામાં આવે છે.માટે આ ખાસ પ્રસંગે જૂની મેમણ કોલોની ની ના મોહરમ કમિટી ના યુવાઓ અકરમ મેમણ,સકલેન મેમણ,ફરદીન મેમણ,આફતાબ મેમણ,આબીદ મેમણ અને હમજા મેમણ અને તમામ અન્ય સભ્યો દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.તેમનો ઉત્સાહ વધારવા મેમણ સમાજ સેવા ટ્રસ્ટ ના ચેરમેન ઈલિયાસ ભાઈ મેમણ,વાઇસ ચેરમેન તુફેલ મેમણ,આસિફ મેમણ,ઇમરાન મેમણ અને આસિફ એમ મેમણ ખાસ હાજરી આપી.




