વરસાદથી નુકસાન સામે ખેડૂતોને ૧૦ હજાર કરોડના રાહત પેકેજને આવકારતા નવસારી સહકારી સંઘના પ્રમુખ દિલીપભાઈ રાયકા…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
કમોસમી વરસાદથી થયેલ નુકસાન સામે ખેડૂતોને મદદરૂપ થવા રૂ.10 હજાર કરોડના ઐતિહાસિક રાહત પેકેજને આવકારતા નવસારી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ રાયકા
*ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ.22 હજારની સહાય આપવાનો નિર્ણય સંવેદનશીલ અને આવકારદાયક*
નવસારી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ રાયકાએ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ કૃષિ રાહત પેકેજ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે રાજ્ય સરકારે તાજેતરમાં થયેલ કમોસમી વરસાદથી ખેડૂતોના ખેત પાકોને થયેલ નુકસાનમાં રાહત મળે અને તેઓને મદદરૂપ થઈ શકાય તે હેતુથી ઐતિહાસિક અને સંવેદનશીલ નિર્ણય લીધો છે અને રૂ.10 હજાર કરોડનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજથી ખેડૂતોને નુકસાની સામે ખૂબ મદદ મળી રહેશે. બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ 22 હજારની સહાય પિયત કે બિન પિયત જમીન ધ્યાને લીધા વિના ચૂકવવાનો નિર્ણય ખરેખર આવકારદાયક છે. ખેડૂતોના હિતમાં લીધેલા અતિ મહત્વના આ પગલાંઓનો અભિનંદન પાઠવી સરકારનો આભાર વ્યક્ત કરું છું.




