Navsari: ઐતિહાસિક દાંડીના આંગણે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ વિકાસ સપ્તાહ પદયાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વિકાસ સપ્તાહ અંતર્ગત ” નાગરિક પ્રથમના અભિગમના થીમ પર દાંડી ખાતે પદયાત્રા યોજાઈ
*દાંડી દરિયા કિનારે થી ગાંધી સ્મારક પ્રાર્થના મંદિર સુધી યોજાયેલ પદયાત્રામાં મહાનુભાવો સહિત યુવાનો, પોલીસ જવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા*
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ “૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણ”ના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના શુભ અવસર પર સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ–૨૦૨૫ અંતર્ગત આજરોજ જલાલપોર તાલુકાના ઐતિહાસિક દાંડી ગામ ખાતે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના ઉપસ્થિતમાં દાંડી દરિયા કિનારાથી ગાંધી સ્મારક પ્રાર્થના મંદિર સુધી ભવ્ય વિકાસ પદયાત્રા યોજાઈ હતી .
આ વિકાસ પદયાત્રાને જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે , જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા , જલાલપોર મામલતદાર મૃણાલ ઇસરાની, ડીવાયએસપીશ્રી એસ. કે. રાય , નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચાવડા સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ પદયાત્રાને લીલીઝંડી આપી વિકાસ રેલી પદયાત્રાને પ્રસ્થાન કરવામાં હતું.
આ વિકાસ પદયાત્રાની શરૂઆત દાંડીના દરિયા કિનારાથી થી ગાંધી સ્મારક પ્રાર્થના મંદિર સુધી જિલ્લાના અધિકારીશ્રીઓ , પોલીસ જવાનો , યુવાનો , ગ્રામજનો તેમજ સ્થાનિક સાંસ્કૃતિક ટીમના કલાકારો દ્વારા આદિવાસી સાંસ્કૃતિક વાદ્યો
નૃત્ય સાથે વિકાસ સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પદયાત્રાના અંતમાં મહાનુભાવોએ પૂજ્ય ગાંધીજની પ્રતિમાને વંદન કરી ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પ સાથે વિકસિત ભારત નિર્માણ માટે ઉપસ્થિત સર્વેએ ભારત વિકાસ સંકલ્પબદ્ધ થયા હતા .
આ વિકાસ પદયાત્રામાં જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી અલ્પેશ પટેલ , જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અંજુ પરમાર , સહિત , પોલીસ જવાનો , જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓ તેમજ સાંસ્કૃતિક ટીમના કલાકારો મોટી સંખ્યામાં સહભાગી થયા હતાં.