GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

જી.આઈ.ડી.સી. ડિગ્રી. ઍન્જીનીયરીંગ કોલેજ, નવસારી અબ્રામા દ્વારા વાર્ષિક રમતોત્સવ “એય્ક્યમ ૨૦૨૫” યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના જી.આઈ.ડી.સી. ડિગ્રી. ઍન્જીનીયરીંગ કોલેજ, અબ્રામા દ્વારા તા. ૦૩/૦૩/૨૦૨૫ થી ૧૦/૦૩/૨૦૨૫ દરમ્યાન યોજાયેલ “એય્ક્યમ ૨૦૨૫” નું આયોજન વિશિષ્ટ પ્રકારના હાઉસ કપ ટુર્નામેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ૫-હાઉસ આકાશ, જલ, અગ્ની, વાયુ અને પૃથ્વી (પ્રત્યેક હાઉસ દીઠ ૧૧૦ થી વધુ) માં સંગઠિત થઇ કુલ ૫૫૦ થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ અલગ- અલગ રમતગમતો જેવીકે ક્રિકેટ, વૉલીબોલ, ફૂટબોલ, કબડ્ડી, ટગ ઓફ વૉર, બેડમિન્ટન, ચેસ, ટેબલટેનિસ વિગેરેમાં ઉત્સાહભેર ભાગ લઇ પોતાની આગવી પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. રમતના આ મહાઉત્સવનું ઉદ્‍ઘાટન અતિથિવિશેષ શ્રીઓ ભરતભાઈ ટંડેલ, રમેશભાઈ ટંડેલ અને રતિલાલભાઈ ટંડેલ અને આચાર્યશ્રી ડૉ. એચ. એસ. પાટીલના વરદ હસ્તે થયું હતું. આ અનન્ય રમતોત્સવના સફળ આયોજનમાં મહેનતુ વિદ્યાર્થી સ્વયંસેવકો, કર્મનિષ્ઠ કર્મચારી સંયોજકો, વિભાગીય વડાઓ, કન્વીનર પ્રા. ધવલ પટેલ, તથા સંયોજકો પ્રા. પ્રીતેશ રાઠોડ, પ્રા. દક્ષ ટંડેલ, પ્રા. બ્રિજેશ પટેલ, પ્રા. ભૂમિકા પટેલ, પ્રા. કેનલ ટંડેલ અને આચાર્યશ્રીએ ભારે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!