BHARUCHNETRANG

નેત્રંગ સરકારી વિનય અને વાણિજ્ય કોલેજ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ અને IQAC કો.ઓર્ડીનેટર ડૉ.એમ.પી.શાહ

સાંસ્કૃતિક વિભાગ ડૉ.જે.પી.વૈષ્ણવ અને સપ્તધારા કો.ઓર્ડીનેટર પ્રા.ભરવાડ અને સમગ્ર કોલેજ પરિવારના સહયોગથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.

 

કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. જે બાદ આચાર્ય ડૉ.જી.આર.પરમાર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના વક્તા તરીકે ગૌતમભાઈ ગામીત, સેન્ટર ફોર ટ્રાયબલ સ્ટડીઝ, ભગવાન બિરસા મુંડા ચેર વિભાગ ના કો-ઓર્ડીનેટર અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી તેમજ સમાજની પરંપરાઓ વિશે વિધાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જે બાદ કોલજેનના વિધાર્થીઓ દ્વારા આદિવાસી લોક નૃત્ય, લગ્ન ગીત, આદિવાસી ગીત, ભગવાન બિરસા મુંડાના જીવન પર સ્પીચ, ઓડિશા રાજ્યના સામાજિક કાર્યકર અને પદ્મશ્રી તુલસી મુંડાજીના જીવનની ઝાંખી કરાવતા વિદ્યાર્થીનીએ એક પાત્રીય અભિનય રજૂ કર્યું હતું. વિશેષ તો પંરપરાગત વાજિંત્રો શરણાઈ અને ઢોલના તાલે ડાંગી લોક નૃત્ય રજૂ કરતા લોકમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કાર્યક્રમના અંતે પ્રો.ડૉ.જે.પી.વૈષ્ણવએ આભાર વિધિ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. અનુજાબેન અને પ્રા. ક્રિષ્નાબેન ભગત દ્વારા કરવામાં આવ્યું હતું.સપ્તધારા અને સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત ઉપક્રમે તથા સમગ્ર કોલેજના સહયોગથી કાર્યક્રમ સફળ બન્યો. આ પ્રસંગે નેત્રંગ સરપંચ, જિલ્લા પંચાયત સભ્ય, કોલેજના પ્રોફેસરો અને વિધાર્થીઓએ ઉપસ્થિત રહી.

Back to top button
error: Content is protected !!