BANASKANTHAGUJARATPALANPUR

મુખ્યમંત્રી શ્રી ના અગ્ર સચિવ શ્રી, મહિલા અને બાળકલ્યાણ વિભાગ ના સચિવશ્રી, icds વિભાગ ના કમિશનર શ્રી નો ભારતીય મજદૂર સંઘ આભાર વ્યક્ત કરે છે

29 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આંગણવાડી બહેનો ને તેમની આંગણવાડી ના નાના ભૂલકા ઓ ને રોજબરોજ ના નાસ્તા તથા ભોજન માટે નો અનાજ નો જથ્થો સરકારી ગોડાઉંન ઉપર થી ઉપાડવા ના અત્યાર સુધી કોઈ જ રકમ સરકાર શ્રી તરફથી ચૂકવવા માં આવતી n હતી. આ બાબતે ભારતીય મજદૂર સંઘ સલગ્ન ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ. દ્વારા ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા મહિલા અને બાલ કલ્યાણ વિભાગ ના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ ને વારંવાર રજુઆત તથા તા. 04/08/25 ના રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર,ની રેલી તથા તા. 10 નવેમ્બર 2025 ના રોજ રિવરફ્રન્ટ અમદાવાદ ના રોજ શ્રમિક આંદોલન બાદ સતત ભારતીય મજદૂર સંઘ ના પ્રતિનિધિ મંડળ ના ગાંધીનગર ના ફોલોઅપ ને કારણે આજરોજ મહિલા અને બાળકલ્યાણ વિભાગ દ્વારા આંગણવાડી બહેનો ને સરકારી ગોડાઉંન થી અનાજ નો જથ્થો ઉપાડવા ના ખર્ચ પેટે માસિક રૂ. 200/- અને વાર્ષિક રુ. 2400/- ની મર્યાદા માં ચૂકવવા હુકમ કરેલ છે.
સરકારશ્રી ના આ હકારાત્મક અભિગમ બદલ ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મહિલા અને બાળકલ્યાણ વિભાગ ના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, મુખ્યમંત્રી શ્રી ના અગ્ર સચિવ શ્રી, મહિલા અને બાળકલ્યાણ વિભાગ ના સચિવશ્રી, icds વિભાગ ના કમિશનર શ્રી નો ભારતીય મજદૂર સંઘ આભાર વ્યક્ત કરે છે.
સરકારશ્રી ના આ નિર્ણય થી ગુજરાત ની આંગણવાડી બહેનો માં આનંદ અને ખુશી ની લાગણી પ્રવતી રહી છે. ભારતીય મજદૂર સંઘ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીગ્નેશ મજમુદાર તથા પ્રદેશ મહામંત્રી શ્રી ગીરીશ પટેલે સરકાર શ્રી ના આ નિર્ણય ને આવકારી ને અભિનંદન પાઠવેલ છે. અને બાકી ના અન્ય પ્રશ્ન બાબતે સંવેદના થી નિર્ણય લેવા અનુરોધ કરેલ છે.જિલ્લા મંત્રી ગણપતભાઈ ગોમતીવાલ ભારતીય મજદૂર સંઘ
બનાસકાંઠા જિલ્લો.

Check Also
Close
Back to top button
error: Content is protected !!