SUREDRANAGAR:સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાના રાજસીતાપુરમાં રેન્જ ટીમનો દરોડો, જુગાર રમતા ૭ ઝડપાયા




SUREDRANAGAR:સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાના રાજસીતાપુરમાં રેન્જ ટીમનો દરોડો, જુગાર રમતા ૭ ઝડપાયા; ₹૫.૦૪ લાખનો મુદામાલ જપ્ત

રાજકોટ રેન્જ પોલીસે ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામની સીમમાં આવેલી એક વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડીને ૭ શખ્સોને ઝડપી પાડ્યા છે. દરોડા દરમિયાન પોલીસે રોકડા રૂ. ૧,૮૯,૦૦૦/-, ૩ નંગ મોબાઈલ ફોન અને એક બોલેરો કાર સહિત કુલ રૂ. ૫,૦૪,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) તથા ઇન્ચાર્જ ડીઆઈજી શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા (IPS) ની પ્રોહીબીશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવાની સૂચના અન્વયે પોલીસ ઇન્સપેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ રેન્જ ટીમે આ કાર્યવાહી કરી હતી. બાતમી અને હ્યુમન સોર્સના આધારે ધ્રાંગધ્રા ડીવાયએસપી શ્રી જે.ડી.પુરોહિત પાસેથી સર્ચ વોરંટ મેળવી પો.સ.ઇ. બી.સી. મિયાત્રા તથા સ્ટાફે દરોડો પાડ્યો હતો.વાડીના માલિક શક્તિસિંહ દિલુભા ઝાલા (રહે. કટુડા) ની વાડીની ઓરડીમાં તીનપત્તીનો જુગાર રમતા નીચે મુજબના ૭ આરોપીઓને સ્થળ પરથી અટકાયત કરવામાં આવી હતી:
ઝડપાયેલા આરોપીઓ:શક્તિસિંહ દિલુભા ઝાલા (રહે. કટુડા, તા. વઢવાણ) સુરપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા (રહે. સુરેન્દ્રનગર) શક્તિસિંહ બળભદ્રસિંહ રાણા (રહે. સુરેન્દ્રનગર) ધર્મેન્દ્રસિંહ રણુભા ઝાલા (રહે. સુરેન્દ્રનગર) હિતુભા મોહનસિંહ ઝાલા (રહે. સુરેન્દ્રનગર) પ્રદિપસિંહ ટેમુભા ઝાલા (રહે. સુરેન્દ્રનગર) રાજુભાઈ ભગવાનભાઈ બારૈયા (રહે. લટુડા, તા. વઢવાણ)પોલીસે તમામ આરોપીઓ સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



