KHERGAMNAVSARI

ખેરગામ તાલુકાની બહેજ પ્રાથમિક શાળાનું નામ રોશન કરનાર પાંચ બાળકોનું સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકાની બહેજ પ્રાથમિક શાળાનું નામ રોશન કરનાર પાંચ બાળકોનું સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
નડિયાદ ખાતે રાજ્યકક્ષાની ચિલ્ડ્રન યુનિવર્સીટી એથ્લેટિક ચેમ્પિયનશીપ 2023માં ખેરગામ તાલુકાના બહેજ ગામની પ્રાથમિક શાળાના 2 વિદ્યાર્થીઓ પ્રિતેશ પટેલ,રોહન પટેલે અને દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સીટી ખાતે યોજાયેલ ગુજરાત એથ્લેટિક ચેમ્પિયનશિપમા 3 વિદ્યાર્થીઓ તરુણ બોરછા,મીનાક્ષી માછી અને ચેતસ પટેલ એમ કુલ 5 વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં મેડલો મેળવી શાળાનું અને ખેરગામ તાલુકાનું નામ રોશન કરેલ જેને ધ્યાને લઇ સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને ડો.દિવ્યાંગી, મુકેશભાઈ આર્મી,રાહુલ ડેની, કાર્તિક,શીલાબેન દ્વારા પાંચ બાળકો અને તેમના વાલીઓનું ઇનામ આપી અને આદિવાસી પરંપરાગત ફાળિયા ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને આ બાળકોને ભવિષ્યમા મદદરૂપ થવાની ખાતરી આપવામાં આવી હતી.શાળાના આચાર્ય અલ્પેશભાઈ,ઉપશિક્ષકો ચંપકભાઈ,પ્રવીણભાઈ,બકુલાબેન,ચેતનાબેન,ભક્તિબેન,પ્રવીણભાઈ નું બાળકોને પ્રોત્સાહિત કરવા બદલ ફાળિયા ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!