૧૮-પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ એ ભાજપના અગ્રણીઓ અને સર્મથકો સાથે ઉમેદવારીપત્ર નોંધાવી
ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા શહેરના અમદાવાદ હાઈવે ઉપર આવેલ મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે આજે ૧૮-પંચમહાલ લોકસભા બેઠકના ભા.જ.પના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરા વિધાનસભાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ ગુજરાતના રાજ્યકક્ષા મંત્રી ડો. કુબેર ડિડોર, રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમાર, અને લોકસભાના પ્રભારી રમેશ મિસ્ત્રી તેમજ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ગોધરા શહેરના મોતીબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતેથી પંચમહાલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા વિશાળ વિજય સંકલ્પ બાઈક રેલી સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ૧૨:૩૯ મિનિટે પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યુ હતું.
પંચમહાલ જિલ્લા ભા.જ.પ. યુવા મોરચા દ્વારા વિશાળ બાઈક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગોધરા શહેરના મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતેથી રેલીનું પ્રસ્થાન કરી ગોધરા શહેરના ચાચર ચોક મંદિરથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલીમાં અંદાજે ૨૦૦૦ ઉપરાંત ભાજપના કાર્યકરો જોડાયા હતા.