હાલોલ:જૂની સિનેમા રોડ ઉપર વર્ષો જૂનું જર્જરિત મકાન ધરાશાય થયુ,ઘટના વહેલી સવારે થઇ હોવાથી દુર્ઘટના થતી અટકી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૯.૭.૨૦૨૪
આજે વહેલી સવારે વરસી રહેલા વરસાદમાં હાલોલના જૂની રાજદીપ સિનેમાની બાજુમાં આવેલ એક વર્ષો જૂનું જર્જરિત મકાન નો હિસ્સો ધડાકાભેર ધરાશય થતા સિનેમા અને આ દીવાલ ની વચ્ચે દરજી ફળીયામાં જવાનો રસ્તો બંધ થઇ ગયો હતો.જોકે આ ઘટના વહેલી સવારે અને વરસતા વરસાદમાં થતા આ ગલીમાં કોઈની અવર જવર ન હોવાથી મોટી દુર્ઘટના થતી અટકી છે.જોકે આ ગલીમાં કેટલીક દુકાનો આવેલ છે તે દુકાનો બંધ હોવાથી દુકાન ના શટરો દબાઈ ગયા હતા.જોકે દીવાલ ધરાશય થતા થયેલ અવાજ ને લઇ લોકો બનાવ સ્થળે દોડી આવ્યા હતા.હાલોલ ના જૂની સિનેમા રોડ ઉપર સિનેમાની બાજુમાં એક નાની ગલી આવેલી છે.અને આ ગલીમાં કેટલીક દુકાન આવેલી છે.અને આ ગલી માંથી ચાલીને દરજી ફળિયામાં જવા માટે અવર જવર આખો દિવસ ચાલુ રહે છે.તેની બાજુમાં આવેલ એક વર્ષો જૂનું અને જર્જરિત મકાન નો કેટલોક ભાગ આજે વહેલી સવારે ધરાશય થયો હતો.આ બનાવ વહેલી સવારે થયો હોવાથી મોટી દુર્ઘટના થતી અટકી છે.જોકે આ ગલીમાં આવેલી દુકાનો ના શટર દબાઈ ગયા હતા.જોકે વહીવટી તંત્ર દ્વારા નગરમાં આવા વર્ષો જુના અને જર્જરિત મકાન મકાનો ને તેના માલિકોને નોટીસ આપી ઉતારી લેવા તાકેદ કરવા જોઈએ અને તે આવા મકાનો ના ઉતારે તો તંત્રએ તે મકાન ને ઉતારી મકાન મલિક પાસે ખર્ચના વસુલ કરવા જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.