KHERGAMNAVSARI

ચિંતુબાનો છાંયડો હોસ્પિટલ ખેરગામ ખાતે વાઘબારસની ભવ્ય ઉજવણી.

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

આદિવાસી સંસ્કૃતિના મહાતહેવારો પૈકીના એક વાઘબારસની પૂજાનું આદિવાસી સમાજમાં એક અનેરું મહત્વ છે.આ દિવસે ઠેર ઠેર ગામના સીમાડાઓનું અને ઢોરઢાંખરનું રક્ષણ કરતા વાઘદેવની પૂજા કરવામાં આવે છે.ખેરગામના અગ્રણી ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને પેથોલોજીસ્ટ ડો.દિવ્યાંગી પટેલ દ્વારા ગતવર્ષે બરામદેવ અને વાઘદેવની ભવ્ય જનમેદની સાથે સ્થાપના કરવામાં આવેલ ત્યાં આ વર્ષે ફરીથી વાઘદેવની આદિવાસી વિધિથી પ્રકૃતિ પૂજા રાખવામાં આવેલ જેમાં ખુબ મોટી સંખ્યામાં અનેક લોકોએ ભાગ લીધો અને મહિલાઓએ વાઘદેવ,બરામદેવ,કંસેરી માતાના ગીતો ગાઈને વાતાવરણ એકદમ જીવંત બનાવ્યું હતું.આ પ્રસંગે ડો.નિરવ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજ હંમેશા પ્રકૃતિ પૂજક રહ્યો છે અને આસપાસમાં રહેલા અસલ દેવોને જ પૂજતો આવેલ છે.વાઘબારસ નિમિત્તે નાગદેવ જે સરીસૃપ વર્ગના છે,વાઘદેવ જે થળચર વર્ગના,મોરદેવ જે પક્ષીવર્ગના છે અને સૌથી ઉપર સૂર્યદેવ,ચંદ્રદેવ તેમજ સૌથી નીચે ધરતીમાતા અને આસપાસના વાતાવરણમાં જળદેવ,વાયુદેવ અને અગ્નિદેવની હાજરી સતત વર્તાતિ હોય છે.આધુનિકીકરણની આંધળી દોડમાં આદિવાસીઓ પોતાને મોડર્ન દેખાડવાના ચક્કરમાં પોતાની સંસ્કૃતિ વિસરી ગયા છે,તેથી સમાજના વડીલો સાથે મળીને અમે આવનાર યુવા પેઢીમાં પોતાની સંસ્કૃતિનું મહત્વ જળવાયેલું રહે તે માટે આ ઉત્સવ ઉજવવાનું ચાલુ કર્યું છે.અને ગતવર્ષ કરતા આ વખતે ધારવા કરતા ખુબ જ મોટી જનમેદની ઉમટી અને આવનાર વર્ષોમાં હજારોની સંખ્યામાં લોકો આવશે એવી અમે વાઘદેવને પ્રાર્થના કર્યે છીએ.સમાજના ભગત ધર્મેન્દ્રભાઈ રાનકુવાએ ખુબ જ સરસ પૂજાવિધિ કરી વાઘબારસની પૂજાનું મહત્વ સમજાવ્યું હતું.આ પ્રસંગે પરંપરાગત સુરણ-ચોળાનું સ્વાદિષ્ટ શાક અને દૂધવાળા જાડા ભાત(ખીર) પૂરીના લિજ્જતદાર ભોજનની અનેક લોકોએ મિજબાની માણી હતી.

Back to top button
error: Content is protected !!