નવસારી મહાનગરપાલિકા વિસ્તારોમાં ક્ષતિ ગ્રસ્ત થયેલા માર્ગોનું હંગામી ધોરણે સમારકામથી સ્થાનિકોમાં ખુશી…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે જિલ્લાના માર્ગો ક્ષતિ ગ્રસ્ત બન્યા હતા. નવસારી શહેરમાં પડેલા દે માર વરસાદ કારણે નવસારી મહાનગરપાલિકા વિસ્તારોમાં વિવિધ સ્થળોના રસ્તાઓમાં ખાડાઓ તેમજ અમુક વિસ્તારોમાં માર્ગોનું ધોવાણ થયું હતું. વરસાદી ઋતુ પૂર્ણ થતાં ની સાથે ત્વરિત પેચવર્ક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તેમજ ભારે વરસાદ દરમિયાન શહેરના જે માર્ગો વધારે ક્ષતિ ગ્રસ્ત બન્યા હતા. ચાલુ વરસાદમાં લોકોને વધારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો તેવા માર્ગોને દૂર કરી વ્યવસ્થિત થર્મોપ્લાસ્ટ સાથે નવીનીકરણની કામગીરી પણ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. અમુક વિસ્તારોના માર્ગો બની લોક ઉપયોગી બની ચૂક્યા છે. નવસારી મહાનગરપાલિકા શહેરના લોકોને સુવ્યવસ્થિત માર્ગો અને સારી સુવિધા મળે તે માટે સતત પ્રયત્નશીલ છે તેવામાં આંતરિક માર્ગોની દુરસ્તીકરણની કામગીરીથી સુવ્યવસ્થિત માર્ગો બનતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.