GUJARATPANCHMAHALSHEHERA

ખેતીવાડી અધિકારીઓ અને વૈજ્ઞાનિકોની ઉપસ્થિતિમાં શહેરા તાલુકાના ધાંધલપુર ખાતે ખેડૂતોએ મોડલ ફાર્મની મુલાકાત લીધી

નિલેશકુમાર દરજી શહેરા

 

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખેડૂતોએ ધાંધલપુર ગામે ભરતભાઈ પારસીંગભાઇ બારિયાના મોડલ ફાર્મની મુલાકાત લીધી હતી.રવિ કૃષિ મહોત્સવના બીજા દિવસે કૃષિ વિભાગના અધિકારીશ્રીઓ,કર્મચારી અને વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને પ્રગતિશીલ ખેડૂતોના ફાર્મની મુલાકાત કરાવીને માર્ગદર્શિત કર્યા હતા.આ સાથે બહોળી સંખ્યામાં ખેડૂતોએ વિવિધ વિભાગો દ્વારા પ્રદર્શિત યોજનાકીય સ્ટોલની મુલાકાત લઈને માર્ગદર્શન મેળવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કક્ષાએથી મદદનીશ ખેતી નિયામક એમ.કે.ડાભી,કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ તથા આત્માના સ્ટાફ દ્વારા હાજર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને તેના આયામો,આધુનિક ખેતી,મિલેટ્સ ધાન્ય પાકોનું વાવેતર અને ફાયદા અંગે માહિતી આપી હતી.પ્રાકૃતિક કૃષિના ટેકનિકલ માસ્ટર ટ્રેનર દ્વારા જીવામૃત બનાવવાની પદ્ધતિનું નિદર્શન કરીને ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ખેતી વિસ્તરણ અધિકારી બી.એમ.બારીઆ,ગ્રામસેવક,બી.ટી.એમ,એ.ટી.એમ તથા બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
***

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!