NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી શહેરના પાંચ વિસ્તારોમાં જાહેર રસ્તાઓને દબાણમુક્ત બનાવવા હેતુ“નો વેંડર ઝોન”જાહેર કરાયા…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ૫ મુખ્ય વિસ્તારોમાં જાહેર રસ્તાઓ પર થયેલા અનધિકૃત દબાણો દૂર કરવા અને માર્ગ વ્યવસ્થાપન સુધારવા “નો વેંડર ઝોન” તરીકે જાહેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ નિર્ણય શહેરમાં વધતા ટ્રાફિકના દબાણ, અવિરત અવરજવ અને નાગરિકોને સુરક્ષિત માર્ગ આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. ગુજરાત રાજ્ય શહેરી વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ નવસારી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા નીચેના પાંચ માર્ગોને “નો વેંડર ઝોન” તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં (૧) કાલીયાવાડી કલેકટર કચેરી થી જુનાથાણા થી લુન્સીકુઈ અને સર્કિટ હાઉસ સુધીનો રોડ ૧.૭૫ કી.મી. (૨) નવસારી મહાનગરપાલિકા થી ચાંદની ચોક સુધીનો રોડ 0.33 કી.મી.(૩) રેલ્વે સ્ટેશન થી ફુવારા સર્કલ રોડ ૧.૧૪ કી.મી.(૪) ટાટા સ્કૂલ થી ઝવેરી રોડ થઈ જૂનાથાણા સ્વામી વિવેકાનંદ સર્કલ સુધીનો રોડ ૧.૧૬ કી.મી.(૫) તેમજ ડી. એન. મહેતા હોસ્પિટલ થી બાજપાઈ ઉધયાન રોડ એસ. એસ. અગ્રવાલ હોસ્ટેલ સુધીનો રોડ.૧.૫૭ કીલોમીટર  આ વિસ્તારોમાં હાલ જાહેર માર્ગો પર દબાણો, ફૂટપાથ ઉપર વૅડરો તથા લારી-ગલ્લાઓના કારણે પરિવહન અવરોધાય છે. જેથી આ વિસ્તારો “નો વેંડર ઝોન” જાહેર કરી સીધી કામગીરી અમલમાં લાવવામાં આવશે. આ સંદર્ભે નાગરિકોને ખાસ વિનંતી કરવામાં આવી છે.કે  તેઓ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતી દબાણમુક્ત અભિયાનની કામગીરીમાં સહયોગ આપે અને જાહેર માર્ગોનો ઉપયોગ સુવ્યવસ્થિત બને તે દિશામાં સહભાગી બને,ટી.પી/એસ્ટેટ વિભાગ નવસારી મહાનગરપાલિકા

Back to top button
error: Content is protected !!