JETPURRAJKOT

રાજકોટ જિલ્લામાં ૨૧ જૂને ૪૩૩૨ સ્થળોએ યોજાશે યોગ શિબિર

તા.૨૦ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

નવ લાખથી પણ વધુ લોકોની સામેલગીરી વધુને વધુ લોકોને યોગ દિવસના કાર્યક્રમોમાં ભાગ લેવા કલેક્ટરશ્રી પ્રભવ જોષીનો અનુરોધ

ગોંડલમાં મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયા અને રાજકોટમાં ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને યોજાશે યોગ શિબિર

રાજકોટ જિલ્લામાં ૯ મા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” નિમિત્તે ૨૧ જૂનના રોજ ૪૩૩૨ સ્થળોએ યોજાનારા યોગ દિવસના કાર્યક્રમોમાં નવ લાખથી પણ વધુ લોકો ભાગ લેશે. વધુને વધુ લોકોને યોગ દિવસના કાર્યક્રમોમાં ભાગ લેવા કલેક્ટરશ્રી પ્રભવ જોષીએ અનુરોધ કરતાં કહયું હતું કે, ‘‘આજના ઝડપી યુગમાં જયારે હાર્ટ એટેક, બ્રેઇનસ્ટ્રોક જેવા બનાવો વધી રહયા છે ત્યારે લોકોના તંદુરસ્ત જીવન માટે યોગ એ ખુબ મહત્વની પરંપરાગત ચિકિત્સા પધ્ધતિ છે. તે તન અને મન બંનેને તંદુરસ્ત રાખે છે. તે લોકોએ રોજીંદા જીવનમાં અપનાવવો જોઇએ. ચાલુ વર્ષે ૨૦૨૩માં ૪૩૩૨ સ્થળોએ યોજાનાર યોગ શિબિરમાં ૯,૨૧,૪૫૦ લોકો ભાગ લેશે. રાજય સરકારના યુવક, સેવા અને સંસ્કૃતિ વિભાગ હસ્તકના યોગ બોર્ડ રાજકોટ જિલ્લામાં યોગ બોર્ડના ૨૦ જેટલા યોગના માસ્ટર ટ્રેનર્સ અન્ય યોગ ટ્રેનર્સને તાલીમ બધ્ધ કરી યોગ શિબિરનું નિદર્શન કરાવશે.

રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ ગોંડલની ઐતિહાસિક સંગ્રામસિહજી શાળામાં મત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષસ્થાને યોજાશે. જયારે મંત્રીશ્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતીમાં રાજકોટ શહેરના રેસકોર્ષ ખાતે યોગ દિવસ ઉજવવામાં આવશે.

જિલ્લાભરના આઇકોનીક સ્થળોની શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, આઇ.ટી.આઇ. સ્વૈચ્છિક સંસ્થાઓ, પી.એચ.સી, સી.એચ.સી., જેલો ઉપરાંત જિલ્લા વહિવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા પણ યોગ દિવસની ઉજવણી થશે. જિલ્લા કક્ષાના ગોંડલના કાર્યક્રમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સંબોધનનું જીવંત પ્રસારણ થશે. જિલ્લા પંચાયત દ્વારા યોગ યાત્રા, પ્રભાતફેરી યોજાશે. તો શિશિણ વિભાગ દ્વારા પ્રવચન નિબંધ, ચિત્રકલા, પ્લે કાર્ડ સ્પર્ધા પણ યોજાશે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!