NAVSARI
નવસારી જિલ્લામાં નવા 03 કોરોના કેસ નોંધાયા ,સામે 04 ને ડિસ્ચાર્જ કરાતા એક્ટિવ આંક 18 પર પહોંચ્યો
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લામાં આજે બુધવારે 03 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જેમાં ચીખલી તાલુકામાં 01 ગણદેવી તાલુકામાં 02 કેસ, આજે 04 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી.નવસારી આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લામાંથી આજે 527 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં 03 દર્દીઓના સેમ્પલ કોરોના પોઝીટીવ નોંધાયા છે, જેમાં ગણદેવી તાલુકામાં 2 કેસ નોંધાયા જેમાં ભાટ ગામના 60 વર્ષીય વૃદ્ધ તેમજ સુરીબુજરંગ ગામની 30 વર્ષીય મહિલાનો કેસ પોઝીટીવ સામે આવ્યો ,જ્યારે ચીખલી તાલુકાનાં થાલા વિસ્તારમાં 42 વર્ષીય મહિલાનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો, જ્યારે આજે 04 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવતા એક્ટિવ આંક ઘટી 18 પર પહોંચ્યો.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.