નવસારી જિલ્લામાં વિવિધ સ્થળોએ પાણી ભરાતા ૨૩૩ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જિલ્લામાં અવિતર વરસાદના કારણે નિચાણવાળા સ્થળો તથા નદીની આસપાસના સ્થળોએ ઘરોમાં પાણી ભરાયા હતા. જેના કારણે નવસારી જિલ્લાના કુલ-૨૩૩ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની જરૂર પડી હતી. નગરપાલિકા હાઇસ્કુલ શાંતાદેવી રોડ, રેલ રાહત કોલોની, વિજલપુર મારુતિ નગર, નાસિલપોર, જલાલપોર તાલુકાના વાડા ગામના કરોટીવાસ ફળીયુ ખાતે આશ્રયસ્થાનોમાં નાગરિકોને રહેવા-જમવા સહિતની જરૂરી સુવિધાઓમાં પીવાના પાણી, સુવા માટે ચાદર-ગાદલા તથા શૌચાલય જેવી જરૂરી સુવિધા નવસારી જિલ્લા તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવાઇ છે.





