NAVSARI

નવસારી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓનું કરોડોનું કૌભાંડ,10 લોકોની ધરપકડ કરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી

નવસારી જિલ્લાના બીલીમોરામાં પાણી પુરવઠા વિભાગના એક નિવૃત અધિકારી સહિત 10 લોકોની સુરત CID ક્રાઇમ દ્વારા ધરપકડ કરાતા ખળભળાટ મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વિભાગના નિવૃત કાર્યપાલક ઈજનેર સહિતના અધિકારીઓએ વાંસદા,ચીખલી,ગણદેવી, ખેરગામ સહિતના તાલુકાઓના ગામોમાં 163 કામો કર્યાના બિલો મંજુર કરવામાં આવ્યા હતા જેમાંથી 94 કામોની વિઝીટ હાથ ધરવામાં આવી હતી જેમાં 90 કામો માત્ર કાગળ પર કામ બતાવી 5 કરોડ 48 લાખની ઉચાપત કેસમાં એક કલાસ 1 અધિકારી સહિત 10 ની ધરપકડ કરવામાં આવી છે.  બીલીમોરામાં પાણી પુરવઠા વિભાગમાં કામના ખોટા બીલો રજૂ કરીને સરકારી તિજોરીમાંથી 5 કરોડ 48 લાખની ઉચાપત કરવામાં આવી હતી જે અંગે નવસારી પાણી પુરવઠા વિભાગ અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેર એ ઉચ્ચ કક્ષાએ જાણ કરી હતી જેની તપાસ છેલ્લા છ: મહિનાથી ચાલી રહી હતી ઉચ્ચ કક્ષાએથી આ તપાસ સી.આઇ.ડી. ક્રાઇમને સોંપવામાં આવી હતી આ કેસની તપાસ કરી રહેલી સુરત CID ક્રાઇમે બીલીમોરા પાણી પુરવઠા વિભાગના નિવૃત કાર્યપાલક ઈજનેર દલપત બુધાભાઈ પટેલ રહે.ખેરગામ, રાજેશકુમાર ઝા હિસાબનીશ રહે.નવસારી,નાયબ કાર્યપાલક ઈજનેર શિલ્પા કે.રાજ રહે. સાડકપોર ચીખલી,નાયબ કાર્યપાલક ઈજનેર પાયલ એન.બંસલ રહે. અડાજણ સુરત, સિનિયર ક્લાર્ક જગદીશ પ્રભાતભાઈ પરમાર રહે.બીલીમોરા , ચિરાગ બીપીનભાઈ પટેલ રહે.ધમડાછા ગણદેવી ,મિતેશ નરેન્દ્રભાઈ શાહ, રહે.બીલીમોરા તા.ગણદેવી, જ્યોતિ એન.શાહ રહે. બીલીમોરા તા.ગણદેવી,મોહમ્મદ નલવાળા રહે. વાપી જી.આઈ.ડી.સી, નરેન્દ્ર બી.શાહ રહે. બીલીમોરા,તેજલ કે.શાહ રહે.બીલીમોરા,ધર્મેશ વી. પટેલ રહે.રોણવેલ વલસાડ,નરેન્દ્ર કે. શાહ રહે.બીલીમોરા,રાકેશ ગુલાબભાઈ પટેલ રહે.કાગઝીવાડ નવસારી સહિત 14 સામે  કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી હતી કૌભાંડમાં સામેલ 14 માંથી 10 આરોપીઓને ઝડપી લેવાયા છે. જ્યારે કૌભાંડમાં સામેલ 4 આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરાયા છે. પકડાયેલા 10 આરોપીઓના સી.આઈ.ડી. ક્રાઇમ દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, નામદાર જજે આ તમામ આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા સી.આઈ.ડી.ક્રાઇમના અધિકારીઓ વધુની તપાસ હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!