KHERGAMNAVSARI

ખેરગામ માંહ્યવંશી મહોલ્લામાં રસ્તાનું ખાતમુહૂર્ત  સરપંચશ્રી ઝરણાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું 

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

ખેરગામ માંહ્યવંશી મહોલ્લામાં વિક્રમભાઈ પરમારના ઘર સુધીના ડામર રસ્તાનું ખાતમુહૂર્ત મહિલા સરપંચ ઝરણાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગ્રામ પંચાયત સભ્ય નિશાંત પરમાર સહિત ફળિયાના લોકો ઉપસ્થિત રહ્યા હતા.સરપંચ ઝરણાબેન પટેલે જણાવ્યું કે માંહ્યવંશી મહોલ્લાનો આ રસ્તાના ડામર કામ માટે 1.57 લાખ જેટલી રકમ 15માં નાણાંપંચની યોજનામાં મંજુર થતા રસ્તાનું ખાતમુહૂર્ત કામગીરી કરવામાં આવી હતી.ફળિયામાં આ રસ્તાના નિર્માણથી આસપાસના લોકોને અવરજવરમાં સરળતા રહેશે.ખેરગામ વિસ્તારમાં અલગ અલગ ફળિયામાં શેરી રસ્તા ડામરના તેમજ પેવરબ્લોકના કામો કરવામાં આવી રહ્યાં છે.શેરીઓના રસ્તા નવા બનતા ગામલોકોમાં આનંદની લાગણી વ્યાપી હતી.

Back to top button
error: Content is protected !!