આદેશ મંદિર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈની સાકરતુલા

ગુરુ શામળનાથ ગુરુ બાલકનાથની જગ્યા *આદેશ મંદિર,થરાદ* ખાતે સ્થિત *શામળેશ્વર મહાદેવના પ્રતિષ્ઠા દિન નિમિત્તે* પવિત્ર શ્રાવણ માસમાં આદેશ પરિવાર દ્વારા બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું હતું. આદેશ પરિવારના સેવક અને થરાદના સેવાભાવી અગ્રણી અમરતભાઈ પ્રભુભાઈ માળી દ્વારા તેમના સંકલ્પ મનોરથની પૂર્તિ માટે મા.અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની સાકરતુલા પણ ખૂબ ભાવ સાથે ગુરુ મંદિરમાં કરવામાં આવી હતી.આદિશ મંદિરના સેવા ભાવી પૂજનીય પ્રતાપ દાદા, પૂજનીય જયંતિ કાકા, પૂજનીય મંછા કાકા તેમજ વડીલ જગદીશભાઈ દવે, અમરતભાઈ માળી, પ્રકાશભાઈ ઓઝા, હરેશભાઈ મહેતા અને ઠાકરશીભાઈ પ્રજાપતિ દ્વારા માનનીય અધ્યક્ષ નું ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રસંગે મા.અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આદેશ પરિવારના સેવાભાવી ગુરુ ભાઈઓને ખુબ ખુબ ધન્યવાદ સાથે અભિનંદન પાઠવ્યા હતા. આદેશ પરિવારની ધાર્મિક, આધ્યાત્મિક અને બીજાને મદદરૂપ થવાની સેવાકીય ભાવના અને કાર્યોને બિરદાવ્યા હતા. આ પુણ્ય કાર્યો સતત ચાલુ રહે તે માટે ગુરુ મહારાજને પ્રાર્થના કરી હતી.




