KHERGAMNAVSARI

ખેરગામ: જર્જરિત ખાનગી ઘરમાં અભ્યાસ કરવા ભૂલકાઓ મજબૂર બન્યા દાદરી ફળિયામાં આંગણવાડીનું બાંધકામ અધુરી હાલતમા.

 

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ દાદરી ફળિયા ખાતે જર્જરિત ખાનગી ઘરમાં અભ્યાસ કરવા ભૂલકાઓ મજબૂર બન્યા છે દાદરી ફળિયામાં આંગણવાડીનું બાંધકામ પૂર્ણ નહીં થતા ભૂલકાઓના ઘડતર પર અસર થવા સાથે વેઠવાની નોબત આવી છે. ખેરગામ દાદરી ફળિયા આંગણવાડીનું મકાન બાંધકામ દસ મહિના પૂર્વે શરૂ કરાતા સ્થાનિકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઇ હતી પરંતુ દસ મહિના જેટલો લાંબો સમય વિતવા છતાં આજે પણ બાંધકામ અધૂરી હાલતમાં છે. દાદરી ફળિયાની આંગણવાડીમાં હાલ ભૂલકા અભ્યાસ કરવા માટે ખાનગી ઘરમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે આંગણવાડીના અધૂરા કામને પગલે જર્જરિત ખાનગી ઘરમાં કારકિર્દી ઘડતરની પા પા પગલી ભરી રહ્યાં છે.વરસાદમાં તો ભૂલકાઓની સ્થિતિ કફોડી બની જાય છે.

Back to top button
error: Content is protected !!