ગણદેવી નગરપાલીકામાં સરકારશ્રીની વિવિધ સિધ્ધિઓની ઝાંખી કરાવતા ભિંતચિત્રો અને ભિંતસુત્રો દોરવામાં આવ્યા
વાત્સલ્યમ સમાચાર બ્યુરો
નવસારી
વિકસિત ભારતના નિર્માણ માટે સમર્પિત સરકારશ્રીની વિવિધ યોજનાઓ, કાર્યક્રમોની સફળતાની ગાથાઓ, સિધ્ધિઓની ઝાંખી કરાવતા ભિંતચિત્રો, અને ભિંતસુત્રો દોરવામાં આવ્યા.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૩ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરુ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓકટોબર-૨૦૨૪ની તા.૦૭ થી તા.૧૫ દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા અવનવા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. આ કાર્યક્રમના અનુસંધાને આજરોજ નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલીકામાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિકસિત ભારતના નિર્માણ માટે સમર્પિત સરકારશ્રીની વિવિધ યોજનાઓ, કાર્યક્રમોની સફળતાની ગાથાઓ, સિધ્ધિઓની ઝાંખી કરાવતા ભિંતચિત્રો, અને ભિંતસુત્રો દોરવામાં આવ્યા હતા.