NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી ખાતે પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠકમાં પ્રાકૃતિક કૃષિને વધુ વેગવાન બનાવવા તાકીદ કરતા પ્રાકૃતિક કૃષિ નોડલ અધિકારી સુરત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી
ગુજરાત પ્રાકૃતિક વિકાસ ર્બોડ યોજના અંતર્ગત ખેડૂત તાલીમ કેન્દ્ર, નવસારી ખાતે નોડલ અધિકારી પ્રાકૃતિક કૃષિ – વ – સંયુકત ખેતી નિયામકશ્રી (વિ.) સુરતના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠક યોજાઇ હતી.. જેમાં પ્રોજેકટ ડાયરેકટર આત્માએ નવસારી જિલ્લાંમા ચાલતી  પ્રાકૃતિક ખેતીની વિવિધ પ્રવૃતિનો ચિતાર જેમાં મુખ્યત્વે ગાય યોજના, ખરીફ ઋતુમા થયેલ કલસ્ટર બેઝ થયેલ તાલીમ, ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હોય તેવા ગ્રામ પંચાયતની વિગત, મોડેલ ર્ફામની વિગત, જિલ્લામાં પ્રાકૃતિક  કૃષિ પેદાશના વેચાણ કેન્દ્ર અને વેચાણની વિગત વગેરેની માહિતી આપી હતી. ત્યારબાદ જિલ્લા / તાલુકા સંયોજક (પ્રાકૃતિક કૃષિ)દ્વારા નવસારી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને વેગવાન બનાવવા પડતી વિવિધ મુશ્કેલીઓની રજુઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાને નવસારી જિલ્લાના પ્રાકૃતિક કૃષિના નોડલ  અધિકારીશ્રી  કે.વી. પટેલ દ્વારા પ્રશ્ર્નોનું સચોટ નિરાકરણ આપવામાં આવ્યું હતું. આ સાથે નોડલ અધિકારી (પ્રાકૃતિક કૃષિ) – વ – સંયુકત ખેતી નિયામક (વિ.) સુરતે  પ્રાકૃતિક કૃષિના જિલ્લામાં પ્રાકૃતિક  કૃષિ પેદાશના વેચાણ કેન્દ્ર અને વેચાણ માટે વધારે ભાર મુકતા જિલ્લામાં વેચાણ કેન્દ્રોની સંખ્યા વધે અને ડિઝિટલ માધ્યમનો મહત્તમ ઉપયોગ કરી વધુ વેચાણ થાય તે માટે માર્ગદર્શન અને જરૂરી સુચનો આપ્યા હતા.
નવસારી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને વધુ વેગવાન બનાવવા જિલ્લામાં પંચાયત દિઠ થતી તાલીમોમાં વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને ખેડૂતોને સારી રીતે પ્રાકૃતિક કૃષિની સમજ મળે તે રીતે તાલીમો કરવા ખાસ ભાર મુકયો હતો. આ  સમીક્ષા બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એ.આર.ગજેરા, નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) પી.આર.કથીરીયા, નાયબ ખેતી નિયામક (એગ્રો.) એન.એચ. ગામીત તથા નાયબ ખેતી નિયામકશ્રી (તાલીમ) એસ.કે.ઢીંમર સહિત તાલુકા નોડલ અધિકારીશ્રી, તાલુકા સહનોડલ અધિકારીશ્રી, જિલ્લા સંયોજક, તાલુકા સંયોજકો અને સહ સંયોજકશ્રીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!