NAVSARI
Navsari: સરકારી આયુર્વેદ હોસ્પિટલ નવસારી દ્વારા યોગ શિબિરમાં ૧૫૫૨ જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
૧૦ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ૨૧ જૂન-૨૦૨૪ની ઉજવણીના ભાગ રૂપે સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાલિયાવાડી, નવસારી દ્વારા *વૈદ્ય પંચકર્મશ્રી ઉર્વીબેન પટેલના માર્ગદર્શન હેઠળ, યોગ પ્રશિક્ષક શ્રીમતિ શીતલ બેન સોલંકી દ્વારા હોસ્પિટલ ખાતે સાત દિવસીય યોગ શિબિર તા.૧૫/૦૬/૨૦૨૪ થી તા.૨૧/૦૬/૨૦૨૪ સુધી સવારે ૯-૦૦ થી થી ૧૦-૦૦ ૧૦-૦૦ વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ જુદી જુદી અન્ય જગ્યાએ પણ યોગ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ શિબિર – ૧૨, લાભાર્થીઓની સંખ્યા-૧૩૬૪, કુલ વર્કશોપ -૦૨ સંખ્યા-૮૩, કુલ શેશન-૦૨ સંખ્યા- ૧૦૫ જેટલા મળી કુલ-૧૫૫૨ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.