NAVSARINAVSARI CITY / TALUKO

Navsari: સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ચીખલીના દિનકર ભવન ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

મહાનાયક બિરસા મુંડાની જન્મજયંતિના અવસરે ચીખલી તાલુકાના દિનકર ભવન ખાતે જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશેઃ

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના અવસરે ૧૫મી નવેમ્બરના રોજ ભારત સરકાર દ્વારા જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાકક્ષાએ પી.એમ.જનમન અને  ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને તા.૧૫/૧૧/૨૦૨૪ના રોજ સવારે ૧૦.૦૦ વાગે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દિનકર ભવન ખાતે જનજાતિય ગૌરવ દિવસ સમારોહ યોજાશે. આ અવસરે પ્રધાનમંત્રીશ્રી દ્વારા બિહારના જમુઈ ખાતેના કાર્યક્રમનું જીવત પ્રસારણ યોજાશે. આ સાથે વિવિધ લાભાર્થીઓને કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ પણ કરાશે.

Back to top button
error: Content is protected !!