MADAN VAISHNAVNovember 9, 2024Last Updated: November 9, 2024
3 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાના ગણદેવીમાં દેવસર નજીક ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાથી ત્રણ લોકો આગમાં બળી મોત નીપજ્યાં છે.વધુ ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત,અન્ય લોકો ગોડાઉનમાં ફસાયા હોવાની આશંકા મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે નવસારી જિલ્લાના ગણદેવી ખાતે દેવસર નજીક એક ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરવામાં આવી રહ્યા હતા.કોઈક કારણોસર બેરલ લિકેજ થતાં બેરલોમાં આગ ભભૂકી હતી જોત જોતામાં આગ વિકરાળ સ્વરૂપ લેતા જોરમાં ભડકો થતાં ત્રણ લોકો ઘટના સ્થળે આગમાં ભૂંજાઈ ગયા હતાં જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર ઇજાગ્રસ્ત બન્યા હતાં અન્ય લોકો ગોડાઉનમાં ફસાયા હોવાની પણ આશંકા લોકોમાં ચર્ચાઈ રહી છે. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આગની ઘટનાની જાણ થતાં હંગામી ધોરણે ગણદેવી,ચીખલી,નવસારી ફાયર વિભાગ ટિમો આવી પહોંચી હતી.યુદ્ધના ધોરણે આગ ઓળવવાં પ્રયાસો હાથ ધરી ગોડાઉનમાં ફસાયેલા લોકોને બચાવાના પ્રયાસો હાથ ધર્યા હતા.સ્થાનિક પોલીસ ટિમ પણ તાત્કાલીક ધોરણે પહોંચી ગઈ હતી આગ ની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને વલસાડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે આગની ઘટનામાં ભડથું થઈ ગયેલા ત્રણ લોકોની ઓળખ હાથ ધરી હતી
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAVNovember 9, 2024Last Updated: November 9, 2024