NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આયોજન નિમિતે બેઠક યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા.૧૩: આગામી ૨૧મી જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લામાં જિલ્લા કક્ષા સહિત વિવિધ સ્થળોએ યોગ દિન યોજાનાર છે. જેના સુચારૂ આયોજન બાબતે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા સહિત વિવિધ ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતીમાં આજરોજ કલેક્ટર કચેરી ખાતે આયોજન બાબતે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં નવસારીમાં જિલ્લા કક્ષાની ઉજવણી અન્વયે વિવિધ સ્થળો પસંદગી કરવા, બેનર તૈયાર કરવા, પાર્ટીશિપન્ટને સહભાગી થવા તથા યોગ્ય રીતે સમગ્ર કાર્યક્રમની ફોટોગ્રાફિ અને રીપોર્ટીંગ સંબંધિત બાબતો અંગે કલેકટરશ્રીએ વિવિધ વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી.

સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ગુજરાતમાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વધુને વધુ લોકોને યોગ અને સ્વાસ્થ્ય બાબતે જાગૃત કરવા કરવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ યોગા સેસન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે નવસારીમાં જિલ્લા કક્ષાએ, તમામ તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.

નોંધનિય છે કે, નવસારીમાં રામજી મંદિર હોલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે. ઉપરાંત તાલુકા, નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.

જેમાં આઈકોનિક પ્લેસમાં દાંડી મેમોરિયલ ટ્રસ્ટ જલાલપોર ખાતે,  નગરપાલિકા કક્ષાએ ગણદેવી નગરપાલિકામાં અટલજી કોમ્યુનિટી હોલ અને  કોળી સમાજની વાડી ગણદેવી ખાતે, બીલીમોરા નગરપાલિકામાં ડૉ.બાબા સાહેબ આંબેડકર સાંસ્કૃતિક ભવન, ટાટા હાઈસ્કૂલની પાછળ તથા રામીબેન આમલીયન હોલ, સોમનાથ સંકુલ, સોમનાથ રોડ બિલિમોરા ખાતે યોગ દિન યોજાશે.

તાલુકા કક્ષામાં નવસારી (ગ્રામ્ય)માં કોળી સમાજની વાડી, ખડસુપા અને કુમાર શાળાનો હોલ સિસોદ્રા (ગણેશ) ખાતે, જલાલપોર તાલુકામાં સાંસ્કૃતિક ભવન, સામાપોર અને નુતન શિક્ષણ સમાજ વિદ્યાલય, વેસ્મા ખાતે, ગણદેવી તાલુકામાં સર સી.જે.ન્યુ હાઈસ્કૂલ, ગણદેવી અને કામેશ્વર મંદિર ગડત ખાતે, ચીખલી તાલુકામાં દિનકરભવન હોલ-મજીગામ  અને મલ્લીકાર્જુન મહાદેવ મંદિર હોલ, મજીગામ ખાતે, ખેરગામ તાલુકામાં શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિર હૉલ, નોંધઈ અને રામેશ્વર મંદિર સાંસ્કૃત્તિક ભવન આછવણી ખાતે અને વાંસદા તાલુકામાં ઉનાઈ માતાજી મંદિર પરિસર, ઉનાઈ અને દંડકવન આશ્રમ, વાંસિયા તળાવ, તા.વાંસદા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોજાશે. આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીશ્રીઓ ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!