શ્રી કેશોદ લોહાણા મહિલા મંડળ સંચાલીત તથા લોહાણા મહાપરિષદ મહિલા પાંખ ઝોન 3 કેશોદ પ્રેરિત તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન સમારંભ આંબાવાડીમાં આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજવામાં આવેલ,લોહાણા મહિલા મંડળ નાં પ્રમુખ દિપાલીબેન દેવાણીનાં જણાવ્યા મુજબ ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓ જેઓને 90% થી વધારે માર્કસ આવ્યા હોય તેમના માટેનો સન્માન સમારંભ યોજાયો હતો આ કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહેમાનો લોહાણા મહા પરિષદનાં પ્રકાશભાઈ ઠકરાર, ભાવિનભાઈ જોબનપુત્રા , રાકેશ દેવાણી વગેરે દ્વારા દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી.મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના ભાઈઓ બહેનો ની ઉપસ્થિતિમા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન શિલ્ડ, પ્રમાણપત્ર તેમજ અનેક ગીફ્ટ આપી કરવામાં આવ્યું હતું ઉપરાંત સમાજ માટે જેઓએ યોગદાન આપ્યું છે તેઓનું પણ જ્ઞાતિ રત્ન એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા આ તકે કાનાબાર અસોસીએટ દ્વારા કાર્યક્રમનાં આયોજનમાં સંપૂર્ણ સહકાર બદલ માનસી કાનાબારનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન રિધ્ધિ સોઢા તથા રાખીબેન કારીયા દ્વારા કરવામાં આવ્યું હતું
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ