તા.૧૩/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
મંદિરમાં બોરવેલ કરવાના ૨૦ ફુટે અમાપ પાણીનો પ્રવાહ આવ્યો.
જલાભિષેક સાથે પાણીનું પરબ શ્રધ્ધાળુઓની તરસ છીપાવશે. મહાદેવધામની પ્રગતિ રહીશોની એકતાનું પરિણામ.
Rajkot: જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે દાતાઓની મદદથી મહાદેવધામમાં પાણીની સમસ્યા હલ કરવા બોરવેલ કરાવતા ૨૦ ફુટે અમાપ પાણીનો પ્રવાહ આવતા જલાભિષેક સાથે પાણીના પરબનો પ્રારંભ થયો હતો. રાજયમાં સમિતિની પ્રવૃત્તિઓ પ્રાણીમાત્રનું કલ્યાણ તરફ દોરી જાય છે. રહીશોની એકતાના કારણે છેલ્લા ૪૨ વર્ષ અવિરત સકારાત્મક કાર્યો ચાલે છે.
રાજકોટ મહાનગરપાલિકાના દંડક મનિષભાઈ રાડીયાએ બોરવેલનો પ્રારંભ કરાવી મંગલ કાર્યોનું ઉદ્દઘાટન કર્યું હતું. વર્ષોથી આ વિસ્તારમાં સમિતિ અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે તેનો સાક્ષી છું. સકારાત્મક અભિગમે લોકહૃદયમાં સ્થાન લીધું છે. જયંત પંડયાના નેતૃત્વના કારણે રહીશોને લાભ મળે છે. દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા.
મહાદેવધામના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ અને વિજયભાઈ જોબનપુત્રાની રાહબરી નીચે ભગવાન શિવ માટે જલાભિષેક સાથે પાણીનું પરબ લોકોપયોગી સાબિત થશે. મંદિરની સ્થાપનાથી આજ દિન સુધી દાતાઓએ પીછેહઠ કરી નથી તેનું ગૌરવ છે. માનવ ધર્મને સમિતિ અનુસરે છે. મંદિરમાં સવારના પાંચથી શ્રદ્ધાળુઓ આવે છે.
સમિતિના પ્રમુખ જયંત પંડયાએ જણાવ્યું કે રાજકોટ રૈયા રોડ ઉપર મહાદેવધામે તેના કાર્યોને કારણે પ્રશંસા મેળવી છે. જાતિવાદ, જ્ઞાતિવાદ કે કોમવાદને કોઈ સ્થાન નથી તે મુજબ પ્રવૃત્તિઓમાં લોકો જોડાય છે. રાજયમાં સમિતિએ આગવું સ્થાન લીધું. મહિલા મંડળની પ્રશંસા કરવામાં આવી હતી. રાજુભાઈ બગડાઈ, હર્ષદભાઈ વ્યાસ, સતિષભાઈ ગોહેલ, ધીરૂભાઈ કક્કડ વિશેષ નોંધ લીધી હતી.
મંદિરમાં વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, પંકજભાઈ મહેતા, વિજયભાઈ જોબનપુત્રા, અંકલેશ ગોહિલ, મુકેશભાઈ પોપટ, સતિષભાઈ ગોહેલ, મહિલા મંડળના યોગિતાબેન જોબનપુત્રા, શોભનાબેન ભાણવડિયા, આશાબેન મજેઠીયા, સુનિતાબેન વ્યાસ, હર્ષાબેન પંડયા, ભારતીબેન રાવલ, ભારતીબેન ગંગદેવ, પ્રફુલ્લાબેન બોરીચા વિગેરે મહિલા મંડળના સદસ્યોના કારણે પ્રવૃત્તિઓ ધમધમે છે જે અભિનંદનને પાત્ર છે.
મંદિરમાં આગામી મોળાકાત, જયા પાર્વતી વ્રત સાથે કરાઓકે સંગીત સંધ્યાનો અદ્દભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.