VALSADVALSAD CITY / TALUKO

“ગાર્બેજ ફ્રી ઈંડિયા” ની થીમ સાથે “ગાર્બેજ ફ્રી વલસાડ” બનાવવા સ્વચ્છતાની વિવિધ પ્રવૃત્તિઓ શરૂ

— વિઝીબલ ક્લિનલીનેસ થાય તે માટે આયોજનો કરાશે 

માહિતી બ્‍યુરો: વલસાડ: તા. ૧૮ સપ્ટેમ્બર

        વલસાડ જિલ્લામાં ૧૫મી સપ્ટેમ્બરથી ૧૫મી ઓક્ટોબર સુધી “સ્વચ્છતા હી સેવા (SHS)” -૨૦૨૩ કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લામાં ‘ગાર્બેજ ફ્રી ઈન્ડિયા’ ની થીમ સાથે શરૂ કરાયેલા આ કેમ્પેઈનનો ઉદ્દેશ્ય ‘ગાર્બેજ ફ્રી વલસાડ’ બનાવવાનો છે. જેના માટે દૈનિક ધોરણે સ્વચ્છતાની વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.

“સ્વચ્છતા હી સેવા (SHS)” કેમ્પેઈન હેઠળ મુખ્યત્વે દેખીતી રીતે સ્વચ્છતા(Visible cleanliness) અને સફાઈ મિત્રોના કલ્યાણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સ્વચ્છતા પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ સ્વૈચ્છિકતા અને શ્રમ દાનનો છે. જેમાં રાજ્યના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોનાં બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, દરિયા કિનારાના પર્યટન સ્થળો, પ્રાણી સંગ્રહાલયો, રાષ્ટ્રીય ઉદ્યાન, અભ્યારણ્યો, ઐતિહાસિક સ્મારકો, હેરિટેજ સ્થળો, નદી કિનારા, ઘાટ, નાળા વગેરે જેવા જાહેર સ્થળોની સાફ-સફાઈ તેમજ સરકારી સંપત્તિઓના રંગરોગાન, સફાઈ અને બ્રાન્ડિંગ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નિષેધ, સાથે સાથે સૂકા અને ભીના કચરાના ડબ્બાઓના ઉપયોગની સમજ હેતુ “હરા ગિલા સુખા નીલા” ઝુંબેશનું શરૂ કરી સ્વચ્છતા પ્રવૃત્તિઓ થકી દેખીતી રીતે સ્વચ્છતા (Visible cleanliness) થાય તે મુજબનું આયોજન જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચયત કક્ષાએ કરવામાં આવી રહ્યું છે.

જિલ્લાના ગામો, શાળા-કોલેજોમાં પણ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે. સ્વચ્છતા યાત્રાને પ્રોત્સાહન આપવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે, ૧૫માં નાણાપંચ કે ગ્રામ પંચાયતના ભંડોળમાંથી સ્વચ્છતા કામદારો માટે પીપીઈ કિટ ખરીદવામાં આવશે.

વલસાડ જિલ્લ્લામાં આ અભિયાન અંતર્ગત ભીતચિત્રો દોરવામાં આવશે, તમામ શાળા કોલેજોમાં નિબંધ, ચિત્રકામ અને વક્તવ્ય સ્પર્ધાઓ, આંતર-તાલુકા અને આંતર-પંચાયત સ્વચ્છતા સ્પર્ધા પણ યોજાશે. તમામ જાહેર સ્થળોની સફાઈ સાથે સાથે સફાઈ મિત્ર સુરક્ષા શિબિરમાં સફાઈ મિત્રોનું હેલ્થ ચેકઅપ, ગામોમાં બ્લેક્સ્પોટની સફાઈ, વૃક્ષારોપણ, સ્વચ્છતા સંકલ્પ, સ્વચ્છતા દોડનું આયોજન કરવામાં આવશે. શૌચાલયોનાં ઉપયોગ માટે ઝુંબેશ અને સોકપીટ, કંપોસ્ટ પીટ બનાવવા અંગે લોકજાગૃતિના કાર્યક્રમો હાથ ધરાશે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!