AHAVADANG

નિરાધાર વિધવા સહાય તથા નિરાધાર વૃધ્ધ સહાય યોજાનાના લાભાર્થી બહેનોએ વ્યક્ત કર્યો સરકારશ્રીનો યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

સેવાસેતુ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાજ્ય સરકારની સેવાઓ અને યોજનાઓ સીધી નાગરિકોને પૂરી પાડીને સુશાસનને વધારવાનો છે. આજરોજ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના આટ ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓએ ઘર આંગણે જ સરકારશ્રીની સેવાઓનો લાભ મેળવતા વિવિધ લાભાર્થીઓએ નવસારી જિલ્લા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમમાં વિવિધ લાભાર્થીઓ પૈકિ એક વિધવા સહાયનો લાભ મેળવતા કરોડ કોઠવા ગામના લાભાર્થી નિર્મળાબેન હરીશભાઈ પટેલ, એ પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, સરકારશ્રીએ મારા જેવી અનેક વિધવા બહેનોનો વિચાર કરી વિધવા સહાય યોજના લાગુ કરી છે. સરકાર અમારી પડખે આવી આર્થીક સહાય આપી છે જેના માટે અને સરકારશ્રી અને નવસારી જિલ્લા તંત્રનો આભાર વ્યક્ત કરીએ છીએ. નિર્મળાબેને સૌ વિધવા બહેનોવતી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા સ્થાનિક પદાધિકારીઓ અને સ્થાનિક તંત્રનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

નિર્મળાબેન ઉપરાંત અન્ય ૦૭ વિધવા મહિલાઓ જેમાં કોથમડી ગામના વનિતાબેન રમેશભાઈ હળપતિ, ખરસાડ ગામના ઈલાબેન જયેશભાઈ નાયકા, અબ્રામા ગામના લખીબેન છીબુભાઈ હળપતિ, એરૂ ગામના પ્રેમીલાબેન વિભીષણભાઈ પુરોહિત, અબ્રામા ગામના સુમિત્રાબેન છીબુભાઈ હળપતિ, દક્ષાબેન ભાવેશભાઈ પટેલ અને નિરાધાર વૃધ્ધ સહાયના લાભાર્થી સુલતાનપુર ગામના રમીલાબેન કિશોરભાઈ પટેલે સરકારશ્રી અને નવસારી જિલ્લા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!