NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મનપા એ રેલ્વે સ્ટેશન વિસ્તારના ટ્રાફિકને અડચણરૂપ બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરી

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

                                                               

નવસારી મહાનગરપાલિકા દ્વારા જાહેરમાર્ગો પર આવેલ અડચણ રૂપ ગેરકાયદેસરના બાંધકામોને દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી આજરોજ રેલ્વે ઓવર બ્રિજ સર્વિસ રોડના જમણા વિસ્તારના પૂર્વે પ્રકાશ ટોકીઝ વિસ્તારમાં રોકાયેલા અવરોધો તથા ગેરકાયદેસરના બાંધકામોનું ડેમોલિશન કાર્ય નિયમિત આયોજન હેઠળ આજે કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પાલિકાના ઇજનેરી વિભાગ અને ટાઉન પ્લાનિંગ તેમજ દસ્તા દળની ટીમો સ્થળ પર હાજર રહી કામગીરી કરવામાં આવી હતી.

આ જાહેર માર્ગો અગાઉ ૫.૫૦ મીટર પહોળો હતો, જેને ડેમોલિશ પ્રક્રિયા હાથ ધરી આ માર્ગો ૭.૫૦ મીટર પહોળા કરવામાં આવ્યા છે.આ માર્ગો પહોળા કરવામાં આવતા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં વધતા વાહનવ્યવહારને સુનિયોજિત કરવા અને ટ્રાફિકની સમસ્યાઓ દૂર કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.જ્યારે ડિમોલેશન પ્રકિયામાં  સ્થાનિકો નાગરિકો દુકાનદારો સ્વૈચ્છિક સહયોગ સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં ગેરકાયદેસર અને ટ્રાફિક ને અડચણ રૂપ મિલકતો દૂર કરવામાં આવતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.આવનારા સમયમાં આ માર્ગ પર વધુ સુધારણા, રોડ વિસ્તરણ, સુરક્ષા સુવિધાઓમાં વધારો અને ટ્રાફિક-મુક્ત માર્ગ બનાવવા માટેના વિકાસકામો પણ તબક્કાવાર હાથ ધરવામાં આવશે. નવસારી મહાનગરપાલિકા શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. અને સ્થાનિક નાગરિકોએ આપેલ સહયોગ માટે નવસારી મહાનગરપાલિકા આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!