NAVSARI

Navsari: નવસારી જિલ્લાના રમતવીર ખેલાડીઓ આર્થિક સહાય મેળવવા માટે ઓનલાઈન લિંક પર રજીસ્ટ્રેશન કરો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
રાજ્ય સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા વિવિધ યોજના અમલમાં છે જેમાં સ્કુલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્પર્ધાઓ અને રાજ્યના એસોસિયેશન દ્વારા, રાષ્ટ્રિયકક્ષા, આંતર રાષ્ટ્રિયકક્ષા, અને રાજ્ય કક્ષાના રાજ્યકક્ષાના, રાજ્યના ચંદ્રક વિજેતા ખેલાડીઓ એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ, તેમજ જયદીપસિહજી બારિયા એવોર્ડ, રાજ્યના ચંદ્રક વિજેતા ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીય કક્ષાના રાજ્યના ભાગ લેનાર ખેલાડીઓને માટે વૃત્તિકા આપવાની, નિવૃત્ત રમતવીરોને પેન્શન આપવાની, રાજ્યના રમતગમત મંડળોને માન્યતા અને અનુદાન, વ્યાયામ શાળાઓને માન્યતા અને અનુદાન, અંબુભાઈ પુરાની એવોર્ડ, આંતર રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જતા ગુજરાતનાં ખેલાડીઓ આર્થિક સહાય નો લાભ લેવા માંગતા ખેલાડીઓ પાસેથી સને વર્ષ ૨૦૨૪-૨૫ ના વર્ષ માટે અરજી મંગાવવામાં આવે છે.  જે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઈટ લિંક https://sportsauthority.gujarat.gov.in પરથી ઓન લાઈન અરજી કરવા માટે આપના જિલ્લાકક્ષાએથી વ્યાયામ મંડળો, રમતના માન્ય મંડળો તેમજ શાળાઓમાં તમામ ખેલાડીઓને મહત્તમ લાભ મળે તે હેતુથી રજીસ્ટ્રેશન કરાવવા નવસારી જિલ્લા હસ્તકના અરજદારોએ  લિંક પર જઈ રજીસ્ટ્રેશન કરાવવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!