GUJARATMODASA

અરવલ્લી જિલ્લાના માઝુમ ડેમમાંથી આશરે ૫૦૦૦ ક્યુસેક પાણી છોડાયું, ડેમમાંથી પાણી છોડતા પહેલા આસપાસ ના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા.

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લાના માઝુમ ડેમમાંથી આશરે ૫૦૦૦ ક્યુસેક પાણી છોડાયું, ડેમમાંથી પાણી છોડતા પહેલા આસપાસ ના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા.

અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે. જેને પગલે જિલ્લાના જળાશયોમાં પાણીની આવક જોવા મળી રહી છે. જેને પગલે આજ રોજ ૧૬:૦૦ કલાકે માઝમ જળાશય યોજનાનું આજનું રૂલ લેવલ ૧૫૫.૦૦ મી જાળવવા માટે આશરે ૫૦૦૦ ક્યુસેક પાણી માઝમ નદીમાં છોડવામાં આવ્યું સાવચેતીના પગલા લેવા ડેમના ઓવરફલો થયેથી અસરપામતા મોડાસા તાલુકાના વોલ્વા, હફસાબાદ, બાજકોટ, ગણેશપુરા, પહાડપુર, સાયરા, મોડાસા કાશી વિશ્વનાથ મંદિર, સબલપુર, ખડોદા, ગારુડી, સિતપુર, મોડાસા, ધુનાવાડા, મોડાસા સીટીને એલર્ટ અપાયું છે. તો ધનસુરા તાલુકાના વડાગામ, ખિલોડીયા, મહાદેવપુરા, અલ્વા, ઉમેદપુરા, નવી શીણોલ, બીબીપુરા, કણજોરીયા, દોલપુર, જામઠા, રામપુર, રાજપુર અને બાયડ તાલુકાના આંખોલ, ચાંદ્રેજ, આમબલીયારા, વાસણી, જોબરાજીની મુવાડી, માથાસુલિયા, લિંબ, ઉંટરડા, અમરભારતી સ્કુલ, મોટા પાવઠી,પાલડી ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.સાથે જ આ ગામના તલાટી-કમ- મંત્રી તેમજ સરપંચને તે ગામોના માણસોએ નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!