
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૩૦ નવેમ્બર : પંજાબ એન્ડ સિંધ બેંક દ્વારા માધાપર ખાતે NRI શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેનો હેતુ વિસ્તારના NRI નાગરિકોને સરળતાથી બેકિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.પંજાબ એન્ડ સિંધ બેંક માધાપર શાખાનું સત્તાવાર ઉદ્ઘાટન શ્રી રાજીવાજી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પંજાબ એન્ડ સિંધ બેંક દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બેંકના વરિષ્ઠ અધિકારીઓ શ્રી સંજય પ્રકાશ શ્રીવાસ્તવ, જનરલ મેનેજર; શ્રીમતી મહિમા અગ્રવાલ, જનરલ મેનેજર; શ્રી વિનોદ પાંડે, ફીલ્ડ જનરલ મેનેજર; શ્રી રાજેશ મલ્હોત્રા, ઝોનલ મેનેજર, ગાંધીનગર; તેમજ શ્રી અભિષેક રાણવા, બ્રાંચ મેનેજર, અને બેંકના ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા.બેંક દ્વારા NRI કસ્ટમર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગ્રાહકો સાથે સંવાદ સાધીને બેકિંગ સુવિધાઓ જેવી કે, NRI પ્રોડક્ટ્સ, ડિપોઝીટ સ્કીમ્સ, રેમિટન્સ સેવાઓ અને ડિજિટલ સોલ્યુશન્સ અંગે માહિતી પુરી પાડવામાં આવી હતી.બેંકે તેની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પ્રતિબદ્ધતા દાખવીને વસુધૈવ કુટુંબકમ્ સંસ્થાને સિવિંગ મશીનોનું વિતરણ કર્યું હતું. ઉપરાંત, બેંક દ્વારા ગ્રામ પંચાયતને બાંકડાઓ માટે સહાયનું વિતરણ કરાયું હતું. NRI ગ્રાહકો દ્વારા મહત્તમ ગ્રાહક ખાતાઓ પંજાબ એન્ડ સિંધ બેંકમાં ખોલાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.




