Navsari: પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાનાં લાભાર્થીઓને બે સિલીન્ડર વિનામૂલ્યે રીફીલીંગ કરી આપવામાં આવશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
પ્રધાનમંત્રી ઉજજવલા યોજના તથા રાજય સરકારની પી.એન.જી./એલ.પી.જી. સહાય યોજના હેઠળના તમામ લાભાર્થીઓને એપ્રિલ-૨૦૨૪ થી જુન-૨૦૨૪ માં ૦૧ વખત અને ઓકટોબર-૨૦૨૪ થી ડિસેમ્બર-૨૦૨૪ માં ૦૧ વાર એમ વર્ષમાં ૦૨ વાર એલ.પી.જી. સિલિન્ડરનું રીફીલીંગ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. હાલમાં પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાની અમલવારી હોવાથી પ્રધાનમંત્રી ઉજજવલા યોજના તથા રાજય સરકારીની પી.એન.જી./એલ.પી.જી. સહાય યોજના હેઠળના જે લાભાર્થીઓનું એલ.પી.જી. ગેસ કનેકશન તા.૩૦ સપ્ટેમ્બર-૨૦૨૪ સુધીમાં ઇન્સ્ટોલ થયેલ હોય તેવા લાભાર્થીઓને ઓકટોબર-૨૦૨૪ થી ડિસેમ્બર-૨૦૨૪ ના કવાર્ટરમાં વિનામૂલ્યે એલ.પી.જી. સિલિન્ડર રીફીલીંગનો લાભ મળવાપાત્ર છે.
ભારત સરકાની પ્રવર્તમાન પધ્ધતિ મુજબ તમામ લાભાર્થીઓ દ્વારા રીફીલની પુરેપૂરી રકમ પ્રથમ ચૂકવવાની રહેશે ત્યારબાદ RSP-Retail Selling Price (છૂટક વેચાણ કિંમત) જેટલી જ રકમ ગ્રાહકના ખાતામાં ઓઇલ માર્કેટીંગ કંપની દ્વારા DBT મારફત વધુમાં વધુ ત્રણ દિવસોમાં જમા કરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી, નવસારીની યાદીમાં જણાવાયું છે.



