NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: સરદાર @150 નવસારી જિલ્લાની એકતા પદયાત્રામાં પાંચ હજારથી વધુ નાગરિકો ઉત્સાહભેર જોડાયા…

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

*અખંડ ભારતનો વિચાર આપનાર સરદારશ્રીના જીવનથી પ્રેરણા લઇ દેશને સમર્પિત થઇએ.- જળશક્તિ મંત્રાલય, ભારત સરકારના મંત્રીશ્રી સી.આર. પાટીલ*

ભારતના લોહપુરુષ અને રાષ્ટ્રનિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને નિમિત્તે સમગ્ર દેશમાં મનાઈ રહેલી સરદાર@150 યુનિટી માર્ચ અંતર્ગત આજરોજ નવસારી જિલ્લામાં ભવ્ય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી શહેરના ફુવારાથી પદયાત્રાનો પ્રારંભ થઈને બીઆર ફાર્મ ખાતે તેનું સમાપન થયું. આ એકતા પદયાત્રાને આદિજાતી મંત્રીશ્રી નરેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ, ઈંચા. કલેકટર શ્રી પુષ્પ લતા, મહાનગરપાલિકા કમિશ્નરશ્રી દેવ ચૌધરી સહિત વિવિધ મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

નવસારી જિલ્લાની આ અદભુત પદયાત્રામાં ૧૫૦ જેટલા સરદાર પટેલ વેશભૂષા પદયાત્રીઓ, ૫૦- ક્લાકારો, ૨૫૦ જેટલા માય ભારતના સ્વયંસેવકો, ૧૦૦-યોગ બોર્ડના સભ્યો, ૫૦૦ શાળાનાં વિદ્યાર્થીઓ, ૨૫૦ કોલેજના વિદ્યાર્થીઓ, ૨૫૦ -પોલીસ અને ફાયર ફાઇટરો અને NCC કેડેટ્સ, ૮૦૦ જેટલા યુવાનો, ૧૦૦૦ જેટલી નવસારી શહેરના નાગરિકો અને ૧૦૦૦ જેટલા ગ્રામ વિસ્તારના નાગરિકો, વિવિધ અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, મહાનગરપાલિકા કચેરીઓના કર્મચારીઓ સહિત યુવા સંગઠનો, વિવિધ સમાજના આગેવાનો મળી અંદાજિત ૫૦૦૦થી વધુ પદયાત્રીઓ સહભાગી થયાં હતા. સૌએ સરદાર સાહેબનાં જીવનમૂલ્યો—રાષ્ટ્રભક્તિ, અખંડ ભારતનું સ્વપ્ન અને રાષ્ટ્રીય એકતા—ને દરેક સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

પદયાત્રાના સમાપન પ્રસંગે જળશક્તિ મંત્રાલય, ભારત સરકારના મંત્રીશ્રી સી.આર. પાટીલે સરદાર વલ્લભભાઇ પટેલના જીવનચરિત્ર, સાહસ, મક્ક્મતા અને દેશભક્તિથી પ્રેરણા લઇ અખંડ ભારતની સંકલ્પનાને સાકાર કરવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે સરદાર સાહેબના જીવનના અનેક પ્રસંગો વર્ણવી તેઓની જેમ દેશની એકતા જાળવવા પોતાને સમર્પિત કરવા તથા આપણા ગૌરવંતા ઇતિહાસને હંમેશા યાદ રાખી પ્રેરણા લેવા આહવાણ કર્યું હતું.

કાર્યક્રમમાં સૌએ સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા શપથ ગ્રહણ કરી હતી. આ સાથે જિલ્લાની વિવઇધ શાળામાં યોજાયેલ સ્પર્ધાઓમા વિજેતા બનેતા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

નોંધનિય છે કે, વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઑક્ટોબર, 1875ના રોજ ખેડા જિલ્લાના નડિયાદમાં થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ વર્ષ 2025માં તેમની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકાર દ્વારા સરદાર સાહેબના અપરંપાર રાષ્ટ્રસેવાને સન્માન આપવા 2024થી 2026 દરમિયાન બે વર્ષીય રાષ્ટ્રીય સ્તરે ઉજવણી યોજાઈ રહી છે. દર વર્ષે 31 ઑક્ટોબરે તેમની જન્મજયંતિ નિમિત્તે *’રાષ્ટ્રીય એકતા દિવસ’*ની ઉજવણી થાય છે.

દેશભરમાં ‘સરદાર@150 યુનિટી માર્ચ’, ચર્ચાસત્રો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. તે જ અંતર્ગત નવસારી જિલ્લામાં પણ અનેક સ્થળોએ એકતા પદયાત્રાઓ યોજાઈ રહી છે, જેમાં નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાઈ રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપી રહ્યા છે.

 

Back to top button
error: Content is protected !!