GUJARATNAVSARI

Navsari: હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગણદેવી ખાતે તિરંગા યાત્રા યોજાઇ :ગણદેવી નગર દેશભક્તિનાં રંગે રંગાયુ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ જનજન સુધી રાષ્ટ્રપ્રેમથી ભાવના જાગૃત થાય તેવા આશયથી “હર ઘર તિરંગા”નું રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે આજરોજ ગણદેવી ખાતેથી ધારાસભ્ય નરેશભાઈ પટેલ તથા નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ઉપસ્તીથીમાં તિંરગા યાત્રા ગણદેવી નગરમાં યોજાઈ હતી. આ અવસરે ધારાસભ્ય નરેશભાઈ પટેલે સૌને ઘરે તિરંગો લહેરાવવાની અપીલ કરી હતી.
આ તિરંગા યાત્રામાં  ‘વંદે માતરમ’, ‘ભારત માતા કી જય’ના નારાઓ સાથે ગણદેવી નગર દેશભકિતના રંગે રંગાયું હતું. યાત્રામાં પદાધિકારીઓ, મહાપુરૂષોના પહેરવેશમાં વિદ્યાર્થીઓ જોડાઈને નગરવાસીઓને દેશભક્તિનો એક અનોખા અંદાજથી પરિચિત કરાવ્યાં હતાં.
આ યાત્રામાં નવસારી સંગઠનના પ્રમુખ ભુરાભાઈ શાહ , શાળાના  વિદ્યાર્થીઓ, નગરજનો તથા આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાઈને તિરંગાયાત્રાને સફળ બનાવી હતી.

Back to top button
error: Content is protected !!