Navsari:ગણદેવી તાલુકાના ધમડાછા ખાતે “પૂર ફ્લડ” મોકડિલ યોજાઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લામાં 13 નવેમ્બરે બપોરે ૦૩ થી ૦૫ કલાકે NDRF બટાલીયન-૦૬ વડોદરા તથા જિલ્લા ડિસ્ટ્રીક્ટર ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (ડિઝાસ્ટર શાખા) કલેક્ટર કચેરી નવસારીના સંયુક્ત ઉપક્રમે મોજે. ધમડાછા તા.ગણદેવી જિ.નવસારી ખાતે પૂર (Flood) અંગેની મોક-એકસરસાઇઝનું આયોજન કરવામાં આવેલ. જેમાં પ્રાંત અધિકારીશ્રી ચીખલી, મામલતદારશ્રી ડિઝાસ્ટર, મામલતદારશ્રી ગણદેવી, પોલીસ ઇન્સપેક્ટરશ્રી ગણદેવી તથા લાઇન ડીપાર્ટમેન્ટના સંબંધિત અધિકારીશ્રીઓ હાજર રહેલ છે. જેમા બહોળી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહેલ છે. ઉક્ત મોક-એક્સરસાઇઝનો હેતુ બોટ રેસ્ક્યુ, ડીપ ડ્રાઇવ દ્વારા વ્યક્તિઓને નદીમાં ડૂબતા બચાવવા તથા રેસ્ક્યુ ટેકનીક જેવી કે ચીન્ટો, હેડશોનું પ્રદર્શન કરવામાં આવેલ છે. વધુમાં, ઘરગથ્થુ સાધનો જેમ કે ખાલી પાણીની બોટલો, થર્મોકોલ શીટના આધારે ડૂબતા વ્યક્તિઓને બચાવવા માટે મદદરૂપ સંસાધનોનું નિદર્શન કરવામાં આવ્યુ હતું.



